હે હરિ
હે હરિ
તારાથી ન થઈ શકે એવું કોઈ કામ નથી.
બરાબરી જે કરે તારી એવું કોઈ નામ નથી.
અનેક અવતારો ધર્યા પછી પણ વત્સલ,
જ્યાં તું ના હોય કદી એવું કોઈ ઠામ નથી.
આમ તો વસે તું સર્વના ઉરે સદાકાળ પ્રભુ,
છતાં કરે કોઈ બેઈમાની હૈયે એને રામ નથી.
મળે માણસો કોઈ પ્રેમાળ કર્મસંજોગ થકી,
ગણ્યાગાંઠ્યા હોય એ એવા કૈં તમામ નથી.
મંદિરોમાં તને શોધનારા છે ઘણાબધા પણ,
માતાપિતા કે દીનદુઃખી એને તીરથધામ નથી.
