Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Damodar Botadkar

Classics

2  

Damodar Botadkar

Classics

ગૃહ

ગૃહ

2 mins
6.9K


જયાં વિશ્વનાં ભ્રમણમાત્ર સમાપ્તિ પામે,

જ્યાં સૃષ્ટિની સરણિઓ સઘળી વિરામે;

ભૂગોળને પ્રકટ જ્યાં પરખાય છેડો,

ને જ્યાં સુવર્ણમય મેરૂ વસુંધરાનો.


અંભોધિને ઉતરતાં, વસતાં વિમાને,

ને વિશ્વમાં વિચરતાં પ્રિય સાથ સંગે;

ઉંચું સદૈવ વસતું મન, જ્યાં નિરાંતે,

નિદ્રા લઈ સુખદ શાંતિ અપૂર્વ સેવે.


અગ્નિ અનંત ઉરમાં ઉપજાવનારી,

જ્યાં નષ્ટ થાય પળમાં પરતા બિચારી;

જ્યાં ચેતનત્વ જડ વસ્તુ સમસ્ત પામે,

ને કૈં નવીન ઉર–ભાવ થકી વધાવે.


જ્યાં નેત્ર મીલિત છતાં અણુએ જણાય,

ને અંધકારબળ નિષ્ફળ નિત્ય જાય;

આનંદ જે પરમ દુર્લ્લભ પ્રાણીઓને,

તે મૂર્તિમાન બની જ્યાં દિનરાત ડોલે.


જે દેહલી પર જરા પદ મૂકવાથી,

ઇદ્રિયમાત્ર નિજ મંદિર જાય બેસી;

ને ખીલતા હૃદય–પંકજની રસીલી

એકે રહે ન કદી પાંખડી જ્યાં અધુરી.


વિશ્વાંબરે વિહરતા વ્યવસાયસેવી,

પ્રાણી-પર્તંગ તણી જ્યાં દૃઢ બાંધી દોરી;

જ્યાં દંભ સંસૃતિ તણા હઠી દૂર જાય,

જ્યાં માનરોગ થકી માનવ મુક્ત થાય.


જ્યાં પ્રેમનો પ્રથમ પાઠ મનુષ્ય પામે,

આત્મીયભાવ ઉર જે સ્થળમાંથી જામે:

જ્યાંથી વહે જગત રેલતી સ્નેહગંગા,

ને જયાં થકી હૃદયનાં સહુ દ્વાર ખુલ્યાં.


જયાં રંક જીવ પણ પૂર્ણ પ્રભુત્વ પામે,

ને ભૂપતિત્વ ભદુર્લભ સર્વ સેવે;

જ્યાં અંધ પ્રાણી પણ થાય સહસ્ત્રચક્ષુ,

જ્યાં દિવ્ય દર્શન સદૈવ સ્વતંત્રતાનું.


આઘાત સંસતિ તણા શતધા સહીને,

ને કલેશના વિકટ વહનિ વિષે વસીને;

ભેદાઈ, શુષ્ક થઈ ને સળગી ગયેલું,

જ્યાં પૂર્ણ પક્ષવિત માનસ થાય પાછું.


આકર્ષણો અતિ અલૌકિક ૨મ્ય જેનાં,

ઈદ્રાસનો અહીં તહીં અથડાય જેમાં;

જેમાં રહ્યું હૃદય, જે હૃદયે રહેલું,

અન્યોન્યભાવ, રસ, ઐક્યથકી ભરેલું.


સંસારના સુખદ શોભન સ્વર્ગ જેવું,

આનંદનું, પ્રણયનું ગૃહ એ અમારૂં:

સૌન્દર્ય જ્યાં સકળ વિશ્વ તણું વિરાજે,

ને ન્યૂનતા વિભવમાત્ર તણી મટાડે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics