ઘવાયો છું
ઘવાયો છું


મખમલનાં વારથી ઘવાયો છું,
રૂપનાં અંબારથી અંજાયો છું,
લાપતાં થયો એનાં સ્મિતનાં સરનામે,
રેશમી કેશુંઓનાં તાંતણે બંધાયો છું.
ફૂલ, અત્તર બધાંએ કિટ્ટા કરી લીધાં,
જ્યારથી એની સુગંધમાં ન્હવાયો છું.
મારાં અસ્તિત્વનું કારણ મેં જાણ્યું,
ફક્ત એને જ ચાહવાં સર્જાયો છું.
લાગ્યું'તું લાગણીઓ એકતરફી જ હશે,
નો'તી ખબર એની આંખોમાં હું જ સમાયો છું.
સૌનાં મુખ પર તો બસ એનું જ નામ હતું,
હું તો અકારણ જ મહેફિલમાં ચર્ચાયો છું.
શોધશો એને તો મળી જઈશ હું પણ,
ગાલો પર એનાં લાલી થઈ છવાયો છું.
ચાહીને પણ જુદો કરી શકો નહીં મને,
એનાં દિલનાં હર ધબકારે વણાયો છું.