ઘરની લક્ષ્મીની દિવાળી
ઘરની લક્ષ્મીની દિવાળી
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..
તારા ઘરની રોશની બની
તારા ઘરની લક્ષ્મી બની
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..!
જીવનની દરેક મુશ્કેલી અને
હરેક ક્ષણે ક્ષણ
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..!
તું મારા જીવનમાં રંગ ભરે કે ના ભરે
તારા ઘરને સાત રંગોથી ભરું છું હું
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..!
આકાશમાં ચાંદ તારા તો રહ્યા રોજ
આજે તારા માટે તારલા ખીલાવું છું હું,
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..!
નાના-મોટાનાં કોઈ સૌ એક બની
તારા ઘરને પાવન કરું છું હું,
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..!
પાવન આ અવસરમાં પાવન બનીને
ખુશીઓ સાથે સાથે મળીને
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..!
આજે જ નહિ હરેક દિ માટે
હું દિવાળી થઈને દીવો બની
તારા જીવનને ઉજાળીશ હું
હું દીવો પ્રગટાવું છું તારે ઘેર..!
