Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Upadhyay

Romance

3  

Komal Upadhyay

Romance

એમણે આંખો જરા ઊંચી કરી

એમણે આંખો જરા ઊંચી કરી

1 min
14.2K


એમણે આંખો જરા ઊંચી કરી,

પ્રેમમાં જાણે પ્રથમ ડયૂટી કરી !


હું જરા આગળ જઈ ઊભો રહ્યો,

એમણે પાછું વળી પુષ્ટિ કરી.


એમને સીધું જ કહેવાનું હતું,

વાત પહેલેથી જ મેં ઊંધી કરી.


એ સખત રીતે મને જોતાં રહ્યાં,

આંખ મેં પણ ક્યાંથી ક્યાં સુધી કરી !


જાણે કે છત્રી ખૂલી ગઇ રૂપની,

એમણે ઝૂલ્ફો જરા ખૂલ્લી કરી.


ના કશું આપ્યું, કશું ના લઇ ગયાં,

પ્રેમમાં નકરી તમે લૂખ્ખી કરી.


આપ આ જેને ગઝલ કહોછો 'નિનાદ',

પ્રેમપૂર્વક મેં જરા ઊર્મિ કરી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance