STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

2  

Chaitanya Joshi

Inspirational Others

એકલાં એકલાં.

એકલાં એકલાં.

1 min
13.7K


એમ કૈં એકલાં એકલાં ના અવાય કાના.
સાથે રાધા રુક્ષ્મણીને તો લેવાય કાના.

આમ તો વાત હતી સજોડે આવવાની,
આમ તો વાત હતી મિત્રોને લાવવાની,
સુદામાને કેમ કરીને વળી ભૂલાય કાના...એમ કૈં...


જેના તે રથનો તું થયો હતો સારથી,
મળેલો વિજય એને પણ તારાથી,
એને ભૂલીને મારા મે'માન ન થવાય કાના...એમ કૈં..

નથી તારી સાથે ગાયો કે ગોવાળો,
નખરાળો, મસ્તીલો તોય તું ભોળો,
ઓલ્યા હાંડી ફોડનારને ન વિસરાય કાના...એમ કૈં...
-ચૈતન્ય જોષી પોરબંદર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational