STORYMIRROR

Ramesh Parekh

Romance Classics

0  

Ramesh Parekh

Romance Classics

એક છોકરીના હાથથી રુમાલ

એક છોકરીના હાથથી રુમાલ

1 min
714


એક છોકરીના હાથથી રુમાલ પડે 

તે લેવા આખું ગામ નીચે વળે;

જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીંચે,

નામ કોનું રુમાલમાં આ છોકરીએ ભર્યુ છે.

તે બાબત પર ઠેર ઠેર ગરમી, 

પડયા ગામના બગીચાઓ ખાલી કુંજાર.

અને નાસ્તિકો થઈ ગયા ધરમી,

કારણ કે મંદિરે જાય છોકરી તો.

લોકો શું કરવા ટળવળે બગીચે, 

ગંધ છોકરી ની આવી જે જીવ ને. 

તે જીવ ની ગંભીરતા માં પડી ગયો ગોબો;

સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે 

"જરા મોઢાઓ માંજો અને શોભો !" 

કારણ કે ફળિયા ના હીચકે આ,

છોકરી એકલી બેસી ને રોજ હિંચે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance