STORYMIRROR

Ramesh Parekh

Classics

0  

Ramesh Parekh

Classics

તેણે મારા નામ સામે

તેણે મારા નામ સામે

1 min
321


તેણે મારા નામ સામે, નામ પોતાનું મૂક્યું,

વ્હાણની સામે મૂક્યો દરિયો, ને ડૂબવાનું મૂક્યું.

સ્વપ્ન મારાં તોડીને, ફેંકી દીધાં મેં  ધૂળમાં,

મારી ભોળી આંખને માટે, મેં જડવાનું મૂક્યું.

સનસનાટી એ જ ઘટના, ચિત્રમાં સર્જાઈ ગઈ,

તેણે પીંછીથી કશું, મારામાં બનવાનું મૂક્યું.

તેણે દ્રશ્યોની અણી પર, મૂક્યું તીણું  ખૂંચવું,

મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.

તેણે મારા માર્ગમાં, પથ્થર નથી મૂક્યા, ‘રમેશ’

આ મને શિલ્પી ગણી, મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,

આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics