STORYMIRROR

Bharat Buddhadev

Romance

4  

Bharat Buddhadev

Romance

એ વાંચતાં રહ્યાં

એ વાંચતાં રહ્યાં

1 min
369

એ વાંચતા રહ્યાં, અમારા દિલને વાંચતા રહ્યાં,


અમારા ધડકતા દિલમાં તરંગો ઉછળતા રહ્યાં,

ઉછળતા તરંગોમાં એ ઉમંગો વાંચતા રહ્યાં,


આંખોમાં એનાં મિલનના અશ્રુ વહેતા રહ્યાં,

અશ્રુના બૂંદેબૂંદમાં આનંદ ને વાંચતા રહ્યાં,


જાણે જન્મોજન્મના બંધનમાં બંધાઈ ગયા,

પૂર્વજન્મનો ઈતિહાસ જાણે વાંચતા રહ્યાં,


મળ્યાંના અહેસાસની અનુભૂતિ કરતાં રહ્યાં,

સુખદુઃખના સુખદાયી હિસાબ વાંચતાં રહ્યાં,


મિત્રો સંગ એ મિત્રતાની મહેંક માણતા રહ્યાં,

કે' "દેવ" યાદો જુની ડાયરીની વાંચતા રહ્યાં.



Rate this content
Log in

Similar gujarati poem from Romance