જોજો રહી ન જાય
જોજો રહી ન જાય
ખુશી ગજવામાં ભરુ, ગજવુ ફાટી જાય તો ?
પાવલી બાએ દિધેલ ખોટી વપરાઈ જાય તો ?
આમ તો રોજ ઘણા બધાને છેતરીએ જ છીએ,
સમજવા છતા ખુદને છેતરપીંડી કરીએ તો ?
માસૂમિયત મફતમાં મળે તો ખોબો તો ધરીએ જ,
પણ ખુશામતથી માસૂમિયત છીનવાઈ જાય તો ?
આંખોના અશ્રુઓમાં મીઠી નજર તો મળેજ છે,
કાતિલ આંખોમાં મીઠી નજર ઘવાય જાય તો ?
કાલની ઉપાધિમાં આજનો જખમ તો વકરે જ,
મરહમ કાજે રવિવારની મજા હવાઈ જાય તો ?
ઈચ્છો તો બચપણ બધી અવસ્થામાં છે જ,
ભાવિ માટે આ અવતાર જીવવાનો રહી જાય તો ?
સીધો જ હિસાબ "દેવ"નો જીવો જીંદગી પુરી,
કયાંક ઉપાધિઓમાં જીવન કરમાઈ જાય તો ?
