એ મારો ઝરૂખો
એ મારો ઝરૂખો
બચપનમાં તારા જોવું ને ખુશ થાઉ...
એ મારે ઝરૂખો....
ભાઈઓ સાથે ઝગડો થાય ને નારાજ થઈ ઊભી રહું...
એ મારો ઝરૂખો....
પ્રિયતમનાં વિચારોમાં જાતને ભૂલી ઊભી રહું...
એ મારો ઝરૂખો....
સમયે-સમયે મળેલા સુખમાં ઈશ્વરનો આભાર માનવા આકાશને નિહાળું...
એ મારે ઝરૂખો....
દુઃખની પળોમાં ઉદાસ થાઉ તો મન હળવું કરવા ઊભી રહું....
એ મારો ઝરૂખો...
આવ્યું વૃદ્ધત્વ ને વીતેલા જીવનનો હિસાબ કરવા ઊભી રહું...
એ મારો ઝરૂખો...
જીવનનાં દરેક પળમાં સાથ આપનાર, મારા સુખ-દુઃખનો સાથી....
એ મારો ઝરૂખો.