ભૂલો સુધારશું, કોરોના ભગાડશું
ભૂલો સુધારશું, કોરોના ભગાડશું
1 min
23
ઘરના દરવાજે થઈ ખટ..
ખટ.... આવ્યો કોરોના... આવ્યો કોરોના...
આપો તમારા શરીરમાં સ્થાન
હું છું કોરોના....હું છું કોરોના....
પ્રકૃતિના તમે ગુનેગાર
પ્રદૂષણ ફેલાવ્યું, વૃક્ષો કાપ્યાં.
હવે તો માફી નહિ મળે, ક્ષમા નહિ મળે.
સજા આપવા આવ્યો કોરોના... આવ્યો કોરોના...
હા... અમે પ્રકૃતિના ગુનેગાર
ક્ષમા માંગીશ, ભૂલો સુધારશું.
કોરોનાથી બચાવા એક થઈએ, એક લઈએ પ્રણ...
એક વ્યક્તિ એક વૃક્ષ, પ્રદૂષણથી રહીએ દૂર રાખીએ સ્વચ્છતા ભરપૂર....
કોરોના સામે જંગ લડીશું જીતશું,
પ્રકૃતિના ખોળે લીલા લહેર કરીશું.