ચુંબકીય અસર
ચુંબકીય અસર
1 min
377
પૃથ્વી ઉપર છે સર્વ જીવોનું અસ્તિત્વ...
છે કોઈ કુદરતી ચુંબકીય અસર...
પતંગિયું ફૂલને જોઈ દોડે તેના તરફ...
છે કોઈ પ્રેમની ચુંબકીય અસર...
નાનું બાળક સતત તેની માતાને ઝંખે...
છે કોઈ મમતાની ચુંબકીય અસર...
પતિ-પત્નીને એકબીજાનું આકર્ષણ...
છે કોઈ લાગણીની ચુંબકીય અસર...
ઝેર પીવે મીરા તેને અમૃત બનાવે કૃષ્ણ...
છે કોઈ ભક્તિની ચુંબકીય અસર.
