STORYMIRROR

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

દુઃખને યાદ ના કરજો

દુઃખને યાદ ના કરજો

1 min
519

પળે પળે દુઃખ સતાવે તો યાદ ના કરજો,

દુઃખને પણ સુખ ગણી પ્રભુને યાદ કરજો,


માનવ છીએ તો દુઃખની ઘડીઓ પણ આવશે,

દુઃખને અંતિમ ના માનીને ઈશ્વરને યાદ કરજો,


વિદ્વાનો પણ કહે છે કે સુખ દુઃખ આવ્યા કરે !

હિંમત હારીને જીવન ના જીવ્યા કરજો,


યાદ કરવા જેવું તો જીવનમાં ઘણું છે,

એ સુખની પળોને યાદગાર ગણજો,


ભૂલો પણ થાય જીવનમાં, ના યાદ કરજો,

નવો મુકામ મેળવવા હિંમતથી આગળ વધજો,


ફતેહ એની જ થાય છે જીવનમાં હંમેશા,

દુઃખમાં પણ પ્રયત્નો કરીને સુખ શાંતિ મેળવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational