STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

દુઃખનાં ડુંગર પાર કરી લે

દુઃખનાં ડુંગર પાર કરી લે

1 min
228

મનમાં ના ભર વ્યથાઓને તું,

આમ વીરડાની જેમ ઉલેચી નાખ,

મૂંઝવણને તારી ઉકેલી નાખ,


સુખની શોધ માટે અહી તહી ના ભટક,

ઝાંખી કર તારી ભીતરમાં,

સુખ અપાર તારી ભીતરમાં,


નિરાશાને નીચોવી નાખ,

ચિત્તને તું શાંત કરી દે,

આ પંખી પાસેથી ટહુકો ઉધાર લઈ લે,


ઉદાસીની આગને ઓલવી નાખ,

આશાની જ્યોત જલાવી લે,

ભીતર ભર્યા અંધકારને ઉજાળી લે,


મનની મનમાં ના રાખ,

વરસે વાદળી એમ વરસી લે,

પીડા અને વ્યથાઓને મનની જેલમાંથી મુક્ત કરી દે,

આત્મવિશ્વાસની જ્યોત સાથે રાખી,

દુઃખનાં ડુંગર પાર કરી લે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational