દિલનો દરવાજો
દિલનો દરવાજો
દિલના દરવાજે કોઇ દસ્તક દઇને ચાલ્યું જાય,
સોનેરી સપના સજાવી ને ચાલ્યું જાય,
દરેક શ્વાસમાં શ્વાસ ભરીને ચાલ્યું જાય,
ગુમનામ જીંદગીમાં ફોરમ રેડીને ચાલ્યું જાય.
દિલના દરવાજે કોઈ યાદ મૂકીને ચાલ્યું જાય,
એ યાદ.......એ યાદ........પણ કેવી?
આંખ બંધ કરોને પૂરી દુનિયા મળી જાય,
શ્વાસ ભરો ને અમૃતપાન મળી જાય,
દિલના દરવાજે કોઈ યાદ મુકીને ચાલ્યું જાય.
એ જીવન....... એ જીવન.......પણ કેવું?
જેને ચાહો તેનાથી દૂર કરતું જાય,
સમયની સાથે બધું બાંધતુ પણ જાય,
r>
બસ, સમજવાનું એ રહ્યું કે,
ચાહ કરતા એ યાદ વ્હાલી બનતી જાય,
ન સમજાયુ છતાં બધુ સમજાવી જાય,
દિલના દરવાજે કોઇ દસ્તક દઇને ચાલ્યું જાય.
બહુ રડાવે, બહુ સતાવે પણ.....
પણ, યાદોના સહારે હસાવતું જાય,
હસાવતું જાય ને નવું સપનું સજાવતું જાય,
સોનેરી સવારની નવી આશા જગાવતું જાય,
દિલના દરવાજે કોઇ વ્હાલ દઇ ચાલ્યું જાય.
જ્યારે મિલન થાય ત્યારે...
આંસુરુપી હેત વરસાવતું જાય,
એકમેકના દિલમાં વ્હાલ વરસાવતું જાય,
દિલના દરવાજે કોઇ દસ્તક દઇને ચાલ્યું જાય.