STORYMIRROR

Rita Mecwan

Inspirational Classics

3  

Rita Mecwan

Inspirational Classics

દીપાવલીને દીપ પ્રકટાવી આવકારો

દીપાવલીને દીપ પ્રકટાવી આવકારો

1 min
13.4K


અંતકરણથી આ આતમને અજવાળો,

ઘોર અંધાર હટાવી જ્ઞાન દીપક જલાવો.  

ન બહેકો ના બહેકાવાદો,

આંતરમનના વિકાર હટાવી સંસ્કારોને શણગારો. 

દીપાવલીને દીપ પ્રકટાવી આવકારો…

મળ્યો રૂડો મનેખ દેહને કુસુમવત બનાવો,

વેરઝેરની શૂળ સેજને ફગાવી.

હરેકને ખૂબી ખામી સાથે અપનાવો, 

નવલ વર્ષના સૂર્યને સ્નેહથી સંવારો.

દીપાવલીને દીપ પ્રકટાવી આવકારો…


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational