STORYMIRROR

natwar tank

Thriller

4  

natwar tank

Thriller

ધરબીને ડૂમો!

ધરબીને ડૂમો!

1 min
375

પાતાળે ધરબીને ડૂમો,

મોજાં કાંઠે લાવે સાગર.


રોજ સહે છે એ સૂરજને,

મૂકાયો છે દાવે સાગર.


ભરતી ઓટે રાજ કરે એ,

પૂનમ આવે, ફાવે સાગર.


ડૂબે માણસ, તરે લાશો !

કેવાં નાચ નચાવે સાગર !


અગસ્ત્ય જેને પી ગ્યા'તા,

તોયે પાછો આવે સાગર !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller