દેશના ઘડવૈયા
દેશના ઘડવૈયા
અમે બનીશું દેશના ઘડવૈયા
અમે બનીશું દેશના લડવૈયા..
અમે શત્રુથી નહીં ડરનારા,
અમે સત્યના માર્ગે ચાલનારા..
અમે બહાદુર બની આગે ચાલનારા,
અમે નહીં દુશ્મન જોઈ ભાગનારા..
અમે બેન બેટીની લાજ રાખનારા,
અમે મા'ભારતીની ગોદમાં રહેનારા..
અમે દેશદ્રોહીને ગોળીએ વિંધનારા,
અમે શહીદ બની બલિદાન દેનારા..