Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

ચંચલ પ્રેમસુખ

ચંચલ પ્રેમસુખ

2 mins
217


કટાક્ષમાં ફીક્કાશ કે અવકૃપા શબ્દમાં,

વા ભ્રાન્તિ માત્ર એવી સ્નેહી હ્રદયમાં-

ન્હાના આવા સબબથી દિલ પ્રેમી, અરે ! લડે !

નિર્મલ વાતાવરણમાં નૌકા ચાલ્યું સિન્ધુ :

તરંગ ઘન તોફાનમાં નડ્યાં ન ડૂબ્યું કિન્તુ :

પણ શાન્ત નભ જ્યારે હતું બેઠું જઈ તળે !

જરા વારમાં કસેલું દિલ આમ જ ફીટી પડે !

જે હરદમ હતું ગમીના વખ્તમાં પ્રેમી ખરે !

હા! જે ડગતો ના જરી વાઝોડામાં પ્રેમ,

ફુંકે ઉડ્યો તૂટી પડ્યો ફુટે સીસો જેમ !

ચીરો શબ્દો ક્રૂરથી પડ્યો પ્રેમમાં જેહ,

ક્રૂરતર વાક્યો વરસશે મ્હોટો કરવા તેહ !

તારામૈત્રી જે જામતી પ્રેમી નયનની

માધુર્ય તે ઉડી જાશે નેત્રપાતથી !

પુષ્પાવલિ દીપાવતી પ્રેમબોલ જે,

છૂટી જશે: તૂટી જશે: વિખરાઈ પડશે તે !

મુક્તાહાર તૂટી પડ્યે મોતીડાં પડી જાય:

પ્રીતિ સરસર સરી જશે તેમ જ દિલથી હાય !

પ્રીતિલથબથ જે હતાં ભોળાં હૈયાં નેક,

વાદળ વિખરાયાં સમાં છૂટાં બનશે છેક !

હાસ્યનદનું નાચતું ઝરણ ગિરિ પરે:

અખૂટ ને અમાપ દિનરાત જલ ઢળે:

વહ્યુ: ગયું: ફાંટા પડ્યા: રણમાં ગયું સમાઈ !

નાચવું, હસવું, ઘુઘરવું સર્વે રહ્યું છૂપાઈ !

તેમ દોર પ્રેમ-સ્નેહ-પ્રીતિનો તૂટ !

ન્હાન સુના સબબથી દિલ પ્રેમી કલહ કરે !

સુખ જેનો દુ:ખ અન્ત છે તેને ઇચ્છે કોણ ?

ગ્રન્થિ જે પલપલ તૂટે તે પર નાચે કોણ ?

અનન્ત કાલ ઘોરવું અન્ધકારમાં,

પણ ન મોહ ન માનવો ચપલ જ્યોતિમાં !

તેજસ્વી સૌ ઉપટશે કાચા રંગ સમાન!

વધુ તેજસ્વી વધુ ચપલ વિજળી તેનું પ્રમાણ !

મિષ્ટ સૌ પેદા થયું પ્રેમસૃષ્ટિમાં !

હાથમાંથી મિષ્ટતમ થતાં ઉડી જવા !

ઉલ્લસિત ને સુખમગ્ન ના મુખમુદ્રા તુજ રાખ,

કેમકે ભય આવે હજુ લપતો જાણે વાઘ !

તુજ નેત્ર ભ્રૂ પૂર્ણાનન્દમાં ડૂબી જશે,

કે તુર્ત ગમગીની તને સાહી લ‌ઈ જશે !

તિમિર દીપ પાછળ રહ્યું, કિરણ પુઠે રહી જાય !

તેમ સર્વ સુખ શાન્તિમાં ભય દુ:ખ સાથે જાય !

તે સૂચવે પ્રેમાનન્ધને "તુજ સુખ ઉડી જશે."

જ્યારે પ્રેમી બિચારો સુખરેલમાં હશે !

તો ઉલ્લસિત સુખમગ્ન ના મુખમુદ્રા તુજ રાખ,

કેમકે ભય આવે હજુ ઉડતો જાણે બાજ.

તુજ નેત્ર ભ્રૂ પૂર્ણાનન્દમાં ડૂબી જશે,

કે તર્ત ગમગીની તને સાહી ગળી જશે !

અરે! અરે આવાં હશે વિધિનાં ક્યમ નિર્માણ?

પ્રિયતમ, મધુતમ, મંજુતમ અતિ વેગે ઉડી જાય !

સુવર્ણરંગી ભભક સુખ પાંખ પર ચડે,

કે પળ એકમાં પ્હોળી કરી આકાશ્માં ઉડે !

જનનયને અશ્રુ મૂકી ધોતાં કૂંળા ગાલ,

નિજ સુરંગ સંકેલી લે રૂડું અમ્બુદચાપ !

તેમ દુર્વહ દુ:ખઅંડ સેવવા મૂકી,

સુખ દૃષ્ટિ બહાર જાય ફરી મળે નહીં !

તો ઉલ્લસિત સુખમગ્ન ના મુખમુદ્રા તુંજ રાખ,

કેમકે ભય આવે, અરે! છુપતો જાણે સાપ !

તુજ નેત્ર ભ્રૂ પૂર્ણાનન્દમાં ડુબી જશે,

કે તુર્ત ખેદ, દુ:ખ, શોક લ‌ઈ તને જશે !       


Rate this content
Log in

Similar gujarati poem from Classics