STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

ચકીબેન ચકીબેન

ચકીબેન ચકીબેન

1 min
534


ચકીબેન ચકીબેન મારી સાથે રમવા,

આવશો કે નહિ? આવશો કે નહિ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો,

ઓઢવાને પીંછા, આપીશ તને હું આપીશ તને.

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા,

આવશો કે નહિ? આવશો કે નહિ?

પહેરવાને સાડી મોરપીંછાવાળી,

ઘમ્મરિયો ઘાઘરો, આપીશ તને હું આપીશ તને.

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા,

આવશો કે નહિ? આવશો કે નહિ?

ચક ચક કરજો, ચીં ચીં કરજો,

ખાવાને દાણા આપીશ તને હું આપીશ તને.

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા,

આવશો કે નહિ? આવશો કે નહિ?

બા નહિ બોલશે, બાપુ નહિ વઢશે,

નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો.

નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics