STORYMIRROR

Hemangi Bhogayata

Inspirational

4  

Hemangi Bhogayata

Inspirational

છોડ બનશે ઝાડ તો

છોડ બનશે ઝાડ તો

1 min
277

રોજ પાણી મન ભરી જો આપશે,

ઝાડ મોટું થઈને વરસાદ લાવશે.


પંખી કલરવ કરતાં બેસવા આવશે,

એના બચ્ચા કાજે માળા  બાંધશે.


ફૂલ જોઈ એના પર, આનંદ આવશે,

મીઠા-મીઠા ફળ એના સૌને ભાવશે.


ધખધખતા ઉનાળામાં છાયો આપશે,

ફળ, ફૂલને બધું જ ઉપયોગમાં આવશે.


છાંયા નીચે બેસવા રાફડો ફાટશે,

'પ્રજ્ઞા' એકદિન સૌ એનું મહત્વ જાણશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational