ચાલને મિત્ર રમવા જઈએ
ચાલને મિત્ર રમવા જઈએ
ચાલ મિત્ર રમવા જઈએ,
શ..શ..શ.. કહેવાનુંં ભૂલી જઈએ,
મિત્ર છે તું મારો,
ડરાવવાનું ભૂલી જઈએ,
આ કોરોના ડરાવે અમને,
હેન્ડ વોશ પણ કરતા,
બહાર જવાનુંં નામ ના લેતા,
ઘરમાં હળી મળીને રમતા,
ચાલને મિત્ર ઇન્ડોર ગેમ રમીએ,
એકબીજા સાથે ધીંગા મસ્તી,
આનંદથી રમવા જઈએ,
ભૂતપ્રેતની વાતોને,
કલ્પનામાં રહેવા દઈએ,
ચાલને મિત્ર રમવા જઈએ,
લાયબ્રેરી પણ છે ખાલી ખાલી,
ચાલને પુસ્તક લાવી વાંચવા જઈએ,
એકબીજા સાથે વાત કરીએ,
નવું જાણવા, નવું શીખવા માંગીએ,
ચાલને મિત્ર ડરવાનુંં ભૂલી જઈએ,
હોરર ને નહીં,
જિંદગીને માણવા જઈએ,
ચાલ મિત્ર રમવા જઈએ.
