STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ચાહત મારી

ચાહત મારી

1 min
297

તારી દિલધડકનને સ્પર્શી જશે ચાહત મારી,

કલ્પનાતીત એમાં ધરબી જશે ચાહત મારી,


તું કદાચ નહીં માને પણ તારે રાહ જોવી ઘટે,

પળેપળ એ તુજને સ્મરી જશે ચાહત મારી,


વાત આ ઉરની છે, શક્ય છે ગળે નહીં ઉતરે,

તારા વિયોગે સતત તડપી જશે ચાહત મારી,


શબ્દોથી શું સમજાવું તને વ્યથા મારા દિલની,

અનરાધાર વરસીને હરખી જશે ચાહત મારી,


સંબંધ, અનુબંધ, પ્રબંધ ક્રમાનુસાર ગતિવિધિ,

એકાંતની ક્ષણોમાં એ વલખી જશે ચાહત મારી,


નથી સ્થાન નૈરાશ્યનું મુજ જીવનપંથની સફરે,

મિલનોત્સુક હૈયાંઓ સમજી જશે ચાહત મારી,


શું થયું તું ઈશ્વર છે એટલે ? તારા હોવાનું ગૌરવ,

તું ખુદ લાગણીપ્રવાહ પરખી જશે ચાહત મારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational