બસ વાત
બસ વાત


બસ વાત મજાની એ નાનકડી હતી,
જે તારી ને મારી પ્રીતની હતી…
કહ્યાં વિના પણ જે સમજી જાય,
ને સ્મિતમાં પણ જે બોલી જાય..
દિલથી દિલનાં દરવાજા,
જાણે હળવેથી કોઈ ખોલી જાય..
બસ વાત..
પળ ભરમાં જે વિસરાય જાય,
એવી તો એ પ્રીત ના હતી..
તારી અને મારી વચ્ચે તો,
હાર કે કોઈ ના હતી..
બસ વાત..
સબંધોની સુગંધમાં,
લાગણીઓ એ ખાસ હતી..
જાણે વરસાદી વાયરામાં..
મધુર સંગીતની હતી..
બસ વાત મજાની એ નાનકડી હતી,
જે તારી ને મારી પ્રીતની હતી.