STORYMIRROR

Pooja Thakkar

Romance

2  

Pooja Thakkar

Romance

બસ તને જોયા કરું

બસ તને જોયા કરું

2 mins
306

બસ તને જોયા કરુ, મન મારુ કહે છે,

મન મારુ કહે છે, નજર મારી ફરે છે.


તને શોધતી જ્યારે,

તું ના હોય મન મારુ કહે છે તું ક્યા ?


જ્યારે તું આમ અચાનક આવે છે સામે,

એમ થાય કે હવે ક્યાય જાય નહિ નજર ના ફરે તારા પરથી, નજર આ કહે છે બસ તને જોયા કર મન મારુ કહે છે.


જ્યારે તુ શરમાય છે તારી શરમાતી નજર ને બસ હું જોયા કરું ?

જયારે તુ ચાલે છે તારી ચાલ ઢાલ ને બસ હું જોયા કરુ પવન સાથે લહેરાતી એ લટ,

એ લટ ને બસ હું જોયા જ કરું.


જોર જોર થી હસતા તારા એ હોઠ, એ હોઠને બસ જોયા જ કરુ બસ તને જોયા કરુ,

મન મારુ કહે છે.

શુ કોઈ ખાસ વાત છે તારા મા કે ખાસ વાત છે,

મારી નજર માં કે તારી ખાસ વાતો ને જોવે છે . પણ જે છે એ . . . બસ તને જોયા કરુ, એ મન મારુ કહે છે.


બસ તને જોયા કરું મન મારુ કહે છે. જયારે તું મંદ મંદ હસે છે મારી મુર્ખામી પર જયારે મને વઢે છે મારી મુર્ખામી પર બસ તને જોયા કરુ, આ મન મારુ કહે છે.


મન અને નજરની જો કેવી તાલમેલ છે. બન્નેે એકી સાથે છે, બસ તને જોયા કરું બહું અજુકતુ લાગે છે, કે તારી વાત માં બન્ને સહેમત છે.


નહિ તો મન અને નજર ઝગડયા જ કરે છે એમની મનગમતી વ્યક્તિ. માટે, તુ એક જ છે જેને અમે ત્રણેય બહું પસંદ કરીએ છીએ, માટે બસ તને જોયા કરું, મન મારુ કહે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance