STORYMIRROR

Shraddha Bhatt

Inspirational

2.5  

Shraddha Bhatt

Inspirational

અથાણું

અથાણું

1 min
14K


આખું ઘર કાચી કેરીની મીઠી સુવાસથી તરબતર હતું.
રાજાપુરી ને ગોળ લાડવા,
ગોળ કેરી, ગૂંદા કેરી ને ખટમીઠો છૂંદો તો ખરો જ!
 
કોઈ ખમણ કરતું હતું
તો કોઈ કેરીના કટકામાં મસાલો મેળવતું.
 
ઘરના એક અંધારિયા ઓરડામાં બેસેલી હું
માંડ મનને રોકતી જોયા કરતી બધું.
થોડી સમજુ ને ઘણી અણસમજુ એવી હું,
લાગ મળતાં જ દોડી ગઈ ઓસરીમાં.
 
લીલા કપડામાં સુકવેલી પીળી ચટ્ટ કેરીઓ…
પાણી આવી ગયું મોં માં..
ફટાક દઈને દોથાબંધ કેરીઓ ઉપાડી હાથમાં.
 
ને ત્યાં જ…
“નખ્ખોદ જાય છોડી તારું! બધું અથાણું બગાડી માર્યું.
મહિનાના પાંચ દિવસો ય સચવાય નહિ તારાથી.”
 
ને પછી છૂટી ગઈ હાથથી કેરીઓ…
લોહીના ઘેરા લાલ રંગથી ઓસરી રંગાઈ ગઈ!
પીળા હળદરિયા મારા એ હાથ પણ
લાલ કેમ થઈ ગયા?
 
કદાચ-
મારા માસિકની કેરીને ય ગંધ આવી ગઈ હશે!
 
 
 
 
 
 


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Inspirational