અંતરનું અજવાળું..!!
અંતરનું અજવાળું..!!
મન તો છે મારું મુક્ત ગગનનું પંખીડું,
દુનિયાની ઝાકમઝોળ છોડી ને આજ ઊડું..!!
ખટકે છે મને આ ખોટી દુનિયાની જંજાળ,
બનાવે છે એ મારા અસ્તિત્વને કંગાળ..!!
ઈચ્છાઓ મારી ત્યજી નથી બનવું સોદાગર,
અંતર મન ને મારા કંડારી બનું કારીગર..!!
મેઘધનુષ્યના રંગોની જેમ બનાવું દુનિયા મારી રંગીન,
જિંદગીને બનાવું ખુશીના હર એક પળ જેવી સંગીન..!!
આંખોમાં જોયેલા સપનાને આપું મારી ઓળખ,
થાય એ ઘડી મારી અંતર આત્માને હરખ..!!
કાયમી સરનામું બનાવું લાગણીના અહેસાસને,
ઘોળીને પી જાઉં મારા સંબંધોની મીઠાશને..!!
હૈયું આજ મારું ઘણું હરખાયું,
જોયું આજ તો એણે અંતરનું અજવાળું..!!