અંધારી રાત્રીનો ડર
અંધારી રાત્રીનો ડર
મઝધારે તોફાનનો ડર નથીમને હવે,
તૂટેલી નૈયા સાથે સાગર પાર કરતાં, આવડી ગયું મને,
જીવનમા ઝંઝાવાતોનો ડર નથી મને હવે,
આશાનો દીપક જલાવતા, આવડી ગયું મને,
ચોમેર ભલે હોય ભયંકર અંધકાર એનો મને ડર નથી,
બેફામ હવાઓની વચ્ચે, દીપક જલાવાતા આવડી ગયું મને,
પાનખરનો હવે ડર નથી મને, વગર મૌસમેમહેકતા આવડી ગયું મને,
ઉદાસી,દર્દ,ગમ, નિરાશાનો ડર નથી મને,
વેદનાઅને વ્યથા ઓને ગઝલમાં કંડારતા,આવડી ગયું મને,
અમાસની ભયાનક અંધારી રાત્રીનો ડર નથી મને હવે,
સિતારો બનીચમકતા આવડી ગયું મને,
દુનિયામાં કશાયનો ડર નથી મને હવે,
કેમ કેઈશ્વરમાં શ્રદ્ધા રાખતા આવડી ગયું મને,
જીવનની નદીમાં સામાં પ્રવાહનો ડર નથીમને હવે,
સામા પ્રવાહે તરતા આવડી ગયું મને,
મઝધારે તોફાનનો ડર નથીમને હવે,
તૂટેલી નૈયા સાથે સાગર પાર કરતાં, આવડી ગયું મને.
