STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આરંભ કર

આરંભ કર

1 min
182

અધૂરા તૂટેલા સપનાંને મઠારી લે,

ભૂલી અતીત ને નવી શરૂઆત કર,

વાદળ તૂટે તો વર્ષા આવે,

ધરતી પર લીલી ચાદર ઓઢે,

ધરતીનું હૈયું ચિરાઈ, બીજ અંકુરિત થાય,

વટવૃક્ષ બને, ફળ ફૂલને છાયો આપે,

કોલસો વરસો જમીનમાં દટાઈ

સોનું બને,

એકનો અંત બીજી નવી શરૂઆત,

તૂટ્યું સપનું તો શું થયું,

નવા સપનાં સજાવ,

નવી શરૂઆત કર,


હૈયે હામ રાખ,

હોઠે ઈશ્વરનું નામ રાખ,

ઊંચા તારા દામ રાખ,

કરોળિયો પણ ના થાકે કરતા પ્રયાસ,

અરે તું તો માનવ જાત,

શાને હારે ?


ઈશ્વર છે તારી સાથે,

રસ્તો ના મળે તો કેડી કંડાર,

આપ તારી પીડ ને નવો આકાર,

સપનાં થશે તારા સાકાર,

પહાડ જેવું મક્કમ મનોબળ રાખ,


ફૂલો જેવું કોમળ હૈયું રાખ,

નદી જેવી હિંમત રાખ,

પતંગિયા જેવી ચંચળતા રાખ,

દરિયા જેવું વિશાળ દિલ રાખ,


આકાશ જેટલા ઊંચા તારા સપનાંંઓ રાખ,

કીડી જેટલો સંઘર્ષ કર,

ના હારી ને બેસ આમ તું,

નવી શરૂઆત કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational