આજનો સોનેરી દિવસ
આજનો સોનેરી દિવસ
1 min
47
આજના દિવસને જીવી બતાવવો છે,
આજ કશુક સિદ્ધ કરવું છે.
કાલે કરીશ કાલે કરીશ,
તેમ દિવસો ગણા વિતાવ્યા છે.
આજના....
સોનેરી આ સવાર છે અને
વાતાવરણ આહલાદક છે,
રમ્યમય આ પ્રકૃતિના સહારે
નવો ઈતિહાસ મારે બનાવવો છે,
આજના.....
આવનારી કાલને કઇંક નવું આપવા
શૂન્યમાંથી નવસર્જન આજ મારે કરવું છે,
સમયનો સચો ઉપયોગ કરીને,
આ દિવસને ધન્ય બનાવવો છે,
આજના......
વાદળછાયા વાતાવરણમાં સમીર મીઠો ફૂંકાય છે,
આજે મારા ચિત્તમાં સુવર્ણ સંકલ્પો રેલાય છે,
કાલ તો જતી રહી અફસોસ નથી કરવો,
આવનારા ભવિષ્ય માટે કંઈક મારે કરવું છે,
આજના......
વૃક્ષ ને જોઈને દ્રઢ મારે બનવું છે,
નદીના પાણીને જોઈને નવો માર્ગ મારે બનાવવો છે,
આજના દિવસને જીવી બતાવવો છે,
આજ કશુક સિદ્ધ કરવું છે,
આજના દિવસને યાદગાર બનાવી દેવો છે.