STORYMIRROR

dalsukh bhusadiya

Thriller

4  

dalsukh bhusadiya

Thriller

આઝાદીના અમર જવાન

આઝાદીના અમર જવાન

1 min
473

આઝાદીનો અમૃત મહોત્સવ,

હર ઘર તિરંગો લહેરાવવાનો ઉત્સવ,

મારે મન શહીદોને સલામીનો ઉત્સવ,


આઝાદીના અમર જવાનને યાદ કરો યાદ કરો,

ઝંડા ઊંચા રહે હમારા જય નાદ કરો જાય નાદ કરો,


ઈન્કલાબનો અવાજ ગુંજ્યો શૂરોના સ્પંદનથી,

સોંપી તિરંગો શત્રુ ભાગ્યા આજ ભારતી-નંદનથી,

એ તિરંગાને વંદન કરો વંદન કરો,


મળી આઝાદી વીરોના ધકધકતા બલિદાનથી,

આજ લહેરાયો ત્રિરંગો શહીદોના કુરબાનથી,

એ તિરંગાનું સન્માન કરો સન્માન કરો,


રક્ત રેડી આઝાદ કર્યા ફિરંગીના ગુલામથી,

હર ઘર લહેરાવો ત્રિરંગો એ નરબંકાના નામથી,

એ ત્રિરંગાને સલામ કરો સલામ કરો,


આઝાદીના શહીદ 'હીરો' ને યાદ કરો યાદ કરો,

'શહીદો અમર રહો' જય નાદ કરો જય નાદ કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller