આજ રોજ
આજ રોજ


મનની વાત મન જાણે ન જાણે બીજું કોઈ,
હસતા રમતા વીતી જાય જીંદગી જાણે દોરા માં પોવાય છે સોઈ,
કહેવું છે ઘણું બધુ પણ મળતો નથી સાચો મિત,
બસ હૃદયમાંજ રહી જાય છે સુખ દુઃખ નું સંગીત,
મેળવી લેવું છે બધુ પણ શોધતા મળતી નથી સાચી પ્રીત,
વિચારો કરવા છે નવા પણ છૂટતી નથી જૂની રીત,
ક્યાંક કોઈ યાદોના સંભારણા હૃદયના ખૂણે રહી જાય,
ક્યાંક કોઈ સંબંધ સમય ના અભાવે છૂટી જાય,
મળે તમને બધું નાણાંથી તમને પણ મળતી નથી ખુશી,
મળીને પણ લાગે આજે એવું કે રહી ગઈ મુલાકાત અધૂરી !