STORYMIRROR

Sunita Mahajan

Inspirational

4.3  

Sunita Mahajan

Inspirational

આગ્રહ કેમ રાખવાનો ?

આગ્રહ કેમ રાખવાનો ?

1 min
644


સમયના નિરંતર વહેતા આ પ્રવાહમાં,

આપણા દુઃખદ સમયનો ....

હિસાબ કેમ રાખવાનો ?


જિંદગીમાં બહુ બધું મળ્યું જ છે,

જે નથી મળ્યું એનો ...

હિસાબ કેમ રાખવાનો ?


દોસ્તોએ આપ્યું છે ભરપૂર,

દુશ્મનોનાં બોલવાનો...

હિસાબ કેમ રાખવાનો ?


આવનારા પ્રત્યેક દિવસ

છે પ્રકાશમાન,

તો રાતનાં અંધકારનો...

હિસાબ કેમ રાખવાનો ?


આનંદના બે ક્ષણ પણ

પૂર્ણ છે જીવવા માટે,

તો દુઃખનાં ક્ષણોનો...

હિસાબ કેમ રાખવાનો ?


મીઠી મધુર યાદોની

એટલી બધી ક્ષણો છે જીવનમાં,

તો થોડીક ઉદાસીનતાનો...

હિસાબ કેમ રાખવાનો ?


મળ્યાં છે અહીં અનેક ફૂલો

કેટલાક સહૃદયી પાસેથી,

તો કાંટાનાં ટોચાવાનો....

હિસાબ કેમ રાખવાનો ?


ચંદ્રનો

પ્રકાશ આટલો

શાંતિ ને શીતળતા આપે છે,

તો એનામાંના દાગનો...

હિસાબ કેમ રાખવાનો ?


જો યાદથી જ

મન થાય છે પ્રફુલ્લિત,

તો મળવા ના મળવાનો...

હિસાબ કેમ રાખવાનો ?


કંઈક સાચ્ચે જ સારું છે બધામાં,

તો થોડીક બુરાઈઓનો...

હિસાબ કેમ રાખવાનો ?


જો વહોટ્સએપ ચેટિંગથી જ

મનને થાય છે સંતોષ,

તો વ્હોટ્સએપ વિડીઓ કોલિંગનો...

આગ્રહ કેમ રાખવાનો ?


જો પ્રેમ કરવાને જ

સમય પડે છે ઓછો,

તો કોઈકને નફરત કરવાનો...

આગ્રહ કેમ રાખવાનો ?


ઝરૂખે બેસી વાટ જોવાનો જ

હૈયે થાય છે હરખ,

તો એને પામવાનો...

આગ્રહ કેમ રાખવાનો ?


જો સાહિત્યમાં વાંચતા, લખતાં

મળે છે આત્મવિશ્વાસ

તો ના વાંચવા ને લખવાનો

આગ્રહ કેમ રાખવાનો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational