STORYMIRROR

Archana Trivedi Archu

Classics Inspirational Others

4.5  

Archana Trivedi Archu

Classics Inspirational Others

આ જીવનમાં હવે જીવન નથી.

આ જીવનમાં હવે જીવન નથી.

1 min
7

લાગણીઓ વગરનું જીવન પણ કેવું જીવન છે,
શ્વાસ તો ચાલે છે, પણ ક્યાં એમાં ધબકતું મન છે?

હાસ્ય હોઠો પર છે, આંખોમાં ક્યાંક ભીનાશ નથી,
બધું પોતાનું લાગે છે, છતાં કોઈ પોતાનું નથી.

સંબંધોની ભીડ છે, પણ સાથનો અહેસાસ નથી,
વાતો તો ઘણી થાય છે, પણ દિલની કોઈ વાત નથી.

કોઈ પૂછે કે કેમ છો, તો સ્મિત આપી દઈએ,
અંદર કેટલું તૂટ્યા છીએ, એ કહેવાની હિંમત નથી.

દિલને હવે કોઈની રાહ જોવાની આદત નથી,
કોઈ આવે કે જાય, હવે કોઈ ફરિયાદ નથી.

એક સમય હતો, નાની વાતે આંખો ભીની થઈ જતી,
હવે દુઃખ પણ આવે તો આંખોમાં કોઈ વાત નથી.

લાગણીઓ મરી જાય પછી શું રહે છે જીવનમાં?
માત્ર દિવસો પસાર થાય છે, જીવવાની કોઈ વાત નથી.

ક્યારેક તો મન થાય ફરીથી કોઈને દિલથી ચાહું,
પણ ડર લાગે છે હવે દિલમાં એ જૂની જગ્યા નથી.

જીવવું તો શીખી લીધું છે લાગણીઓ વગર પણ,
પણ સાચું કહું તો… આ જીવનમાં હવે જીવન નથી.

અર્ચુ ✍️


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics