Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Dangodara 'Hard'

Fantasy Inspirational Others

4.3  

Hardik Dangodara 'Hard'

Fantasy Inspirational Others

એક સળગતું સ્વપ્ન

એક સળગતું સ્વપ્ન

1 min
275


રિયાન હોસ્ટેલમાં રહેતો હતો. તે ધોરણ બારમાં ભણી રહ્યો હતો. તેનો સ્વભાવ હંમેશા મસ્તી કરનાર, કદી ન વાંચનાર, બીજાને પણ ન વાંચવા દેનાર, કલાસમાં પણ સરખું ધ્યાન ન આપનાર, રમતમાં રહેનાર, અન્ય પ્રવત્તિઓમાં ધ્યાન આપનાર હતો. અવાર નવાર સાહેબ પાસે તેની ફરિયાદ તો હોય જ.

એક દિવસ તેણે ક્લાસના જ એક ગરીબ ઘરના છોકરાને ને દિલ દઈને વાંચતા જોયો.

તરત જ તેના મનમાં ઘણા વિચારોએ ઘર કરી લીધું ! તેને પોતાની ખરી પરિસ્થિતિ યાદ આવી. મનમાં તેના મમ્મી અને પપ્પાના વિચાર આવવા લાગ્યા. રિયાનને ખરેખર પસ્તાવો થવા લાગ્યો. પોતાના મમ્મી - પપ્પા સખત મજૂરી કરીને પોતાને અહીં સારી એવી સ્કૂલમાં ભણવા મોકલ્યો છે. અને હું અહીં શું કરું છું ! ( બીજા ઘણા બધા વિચાર આવવા લાગ્યા. મમ્મી - પપ્પાને રિયાનને કલેકટર બનાવવાનું સપનું હતું. મમ્મી - પપ્પા ને એમજ હશે કે હું અહીં દિલ દઈને ભણું છું. અને હું અહીં તો બીજું જ કંઇક કરું છું. તેને અન્ય ભાઈ બહેનના પણ વિચાર આવવા લાગ્યા.)

રિયાનના આંખમાં આંસુ આવી ગયા. ત્યારબાદ તેણે પોતાના મનને મનાવી લીધું. દિલ દઈને મહેનત કરવા માંડી અને દરરોજ સવારે ઊઠી ને પહેલાં તે પોતાના સપના ને યાદ કરીને મહેનત કરવા લાગ્યો. એને પોતાનું કલેકટર બનવાનું સપનું એવું લાગી આવ્યું કે ઊંઘ પણ હરામ કરી નાખી !

એક સળગતું સ્વપ્ન શું કરી શકે ! આને જ કદાચ બર્નિંગ ડિઝાયર કહી શકાય.


Rate this content
Log in

More gujarati story from Hardik Dangodara 'Hard'

Similar gujarati story from Fantasy