Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chudasama Vishal S.

Inspirational

5.0  

Chudasama Vishal S.

Inspirational

કસોટી

કસોટી

2 mins
612


સુંદર રળિયામણું નાનું એવું ગામ હતું, લગભગ ૧૯૦૦ ની આસપાસ વસતી હશે. બધા આર્થિક સામાજિક સુખી પરીવારો વસવાટ કરતા.


ચીમનભાઈ શેઠ ખુબ ચતુર હોંશિયાર અને સુખી માણસ હતો, તે ગામની સમૃદ્ધિ વધે તેવા પ્રયાસો કરતો, તેમાં સરપંચ તથા ગામજનોનો સહકાર પણ તેને મળી રહેતો. એક દિવસ તેને ગામમાં મોલ બનાવવાનો વિચાર આવ્યો, તેણે પોતાની પત્નિને વાત કરી તે પણ આવું નવીન કરવાની ઉત્સુહિત નારી હતી.


ભાદરવા સુદ નોમના દિવસે મોલનું ઉદ્દઘાટન રાખ્યુ. દુકાન એટલી ચકાચક કે ગોઠવણવાળી બનાવી કે ન પુછો વાત. દુકાનમાં ઘરાકી પણ સારી રહેતી તેથી આવક પણ સારી જ હોય.

ગામના એક વરિષ્ઠ નાગરિક મનસુખભાઈ એ મોલની મુલાકાત લીધી, દુકાન/મોલ જોઈ બહાર નીકળી ગયા. બીજા દિવસે પણ મનસુખભાઈ એ મોલની મુલાકાત લીધી, દુકાન/મોલ જોઈ બહાર નીકળી ગયા. આમ સતત સાત દિવસ સુધી ચાલ્યું. દુકાનમાં જાય બધું જુવે નિરીક્ષણ કરે હસતાં હસતાં બહાર નીકળી જાય. દસમાં દિવસથી આ ઘટના બંધ થઈ ગઈ. મનસુખભાઈ દુકાન પાસેથી પસાર થયા પણ દુકાનમાં પ્રવેશ્યા નહીં એટલે ચીમનભાઈના ધબકારા વધી ગયા, આવું તેમણે બે - ત્રણ દિવસ સુધી નિરીક્ષણ કર્યું. એક દિવસ તો ઘરેથી ગાંઠ વાળીને જ નીકળ્યા તા, આજે તો મનસુખભાઈ ને પૂછી જ લેવું છે, તમે દુકાનમાં આવો છો, જુવો છો પણ કશું પણ ખરીદતા નથી, બીજા બધા ગ્રાહકો કઈક ને કઈક લઈને જાય છે. તમે કેમ કશું પણ ખરીદતાં નથી તેનું કારણ જણાવો ! આવું મનોમંથન કરતાં ત્યાં મનસુખભાઈ દુકાન પાસેથી પસાર થયા પણ દુકાનમાં પ્રવેશ્યા નહિ, એટલે ચીમનભાઈ એ તરત નોકર મોન્ટુને મોકલ્યો પેલા દાદાને ચા પીવા બોલાવ, મોન્ટુ મનસુખભાઈ ને બોલાવી લાવ્યો.


ચીમનભાઈ એ ચા પાઈ, ચા પીધી પછી પોતાના મનમાં ચાલી રહેલો પ્રશ્ન પૂછ્યો..

"તમે રોજ દુકાનમાં આવો છો અને બધું જોઈ નિરીક્ષણ કરી જતાં રહો છો કઈ પણ ખરીદતાં નથી" આવું મે છેલ્લા સાત આઠ દિવસથી નિરીક્ષણ કર્યું અને બીજું કે છેલ્લા બે દિવસથી તો તમે દુકાન પાસેથી પસાર થાઓ છો પણ દુકાનની સામું પણ જોતા નથી આવું કેમ !


મનસુખભાઈ એ જવાબ આપતા જણાવ્યું કે, હું મારો પૈસા પ્રત્યેનો પ્રેમની કસોટી કરતો'તો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational