Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Suthar Harshika

Drama

1.7  

Suthar Harshika

Drama

પ્રેમ એક મૃગતૃષ્ણા

પ્રેમ એક મૃગતૃષ્ણા

8 mins
570


આજે સિયા અસમંજસમાં હતી. કોઈ રોહિત નામના છોકરા સાથે મુલાકાત કરવાની હતી, વેડિંગ ડોટ કોમ નામની સાઈટ પરથી બન્નેવે મળવાનું નક્કી કર્યું હતું. રોહિતનો મેસેજ આવ્યો હતો કે એ બ્લુ કલર નું શર્ટ પહેરીને આવશે, તેમ છતાં તેના પ્રોફાઈલ ના ફોટા પરથી તેને ઓળખાવો મુશ્કેલ લાગતો હતો.બન્નેએ એકતા કૉફી હાઉસ માં મળવાનું નક્કી કરેલું.


   સિયા પોતે અહેમદાવાદની ટોપ કોલેજમાં પ્રોફેસર હતી, તેની ફેમિલીમાં તેની માતા સિવાય કોઈ ન હતું. પિતા નાનપણમાં જ સ્વર્ગવાસી થઇ ગયેલા, કહેવા માટે ના સંબધો તરીકે ઘણા રીલેટીવ હતા પણ કહેવા માટેના સંબધોની જેમ જ..તેની માતાએ તેને ખુબ મહેનત કરીને ભણાવી ગણાવી હતી. હવે તે ઇચ્છતા હતા કે હું જીવું છું ત્યાં સુધી તારી સાંભળ રાખનારું તને મળી જાય. આથી વારે વારે લગ્ન માટે કહેતા, ત્યારે સિયા બવ ચિડાતી અને કહેતી હું જતી રઈશ પછી તારું કોણ..? એટલે મારે નથી પરણવું..એટલું બોલતા બોલતા તેની જીભ તેના આંસુઓનો ય સ્વાદ ચાખી લેતી, છતાં હવે ઘણા સમજાવ્યા પછી એ કોઈને મળવા તૈયાર થયેલી. સવારે ઘરનું બધું કામ પતાવ્યા પછી સિયા તૈયાર થઇ ગઈ પોતે રોહિતને શું પૂછશે અને એ તેને શું પૂછશે એવા સવાલોએ તેના મગજ માં દસ્તક આપી.હવે તેણે ઉચે ખુંટ પર લટકાવેલી એક્ટીવાની ચાવી ઉતારી અને ઘરની બહાર નીકળી.


   બન્નેએ એકતા રેસ્ટોરન્ટ માં મળવાનું નક્કી કરેલું, સિયાએ એકટીવા ચાલું કર્યું અને ત્યાં જવા નીકળી ગઇ. એ થોડી જ વાર માં ત્યાં પહોંચી પણ ગઈ તે જગ્યા તેના ઘરની નજીકમાં જ હતી, તેણે પાર્કિંગ કરી મોં પર બાંધેલી ઓઢણી છોડી, અને ખુબજ સહજ રીતે સાઇડ મિરરમાં મોં જોયું કે પોતે ઠીક ઠાક દેખાય છે ને ..પછી અસ્ત વ્યસ્ત ના થયેલાં વાળ ને કાન પાછળ ઘસેડી દીધાં, અને રેસ્ટોરન્ટ માં પ્રવેશ કર્યો અને આજુબાજુ બધે નજર ફેરવી, ત્યાં એક ટેબલ પર બ્લુ કલરનું શર્ટ પહેરેલો એક વ્યક્તિ બેઠો હતો,   

એ ટેબલ પાસે ગઇ અને પૂછ્યું ..”રોહિત ..?

રોહિતે કહ્યું “ યસ આઈ એમ ..પ્લીસ સીટ ”


સિયા રોહિતની સામેના ટેબલ પર બેઠી, અને સાથે લાવેલું પર્સ ટેબલના સાઈડ પર મુક્યું..

રોહિત સિયાને જોઈ રહ્યો હતો, સિયાને કઈક અલગ ફીલિંગ આવી રહી હતી તે પહેલા આવી રીતે કોઈને મળી ન હતી..પછી તેણે કાજળનો ભાર ઉચકતી પાંપણો સાથે રોહિતની સામે જોયું.અને સિયા કરેલ નાનો ગોળ ચાંદલો તેના મુખ પર કઈક અલગ ચમક લાવી રહ્યો હતો. અને રોહિતથી બોલી જવાયું” યુ આર લુકિંગ બ્યુટીફૂલ ..” અને સિયા થોડી શરમાઈ ગઈ, અને એના જવાબ માં ખાલી એણે સ્માઈલ કરી ..

રોહિતે કહ્યું “ તમે મને જે પણ કઈ પૂછવું હોય એ પૂછી શકો છો ...”

સિયા : હા શ્યોર ..

તેટલામાં રોહિતે ઓડર કરેલી કોફી આવી ગઈ  

રોહિતનો સ્વભાવ થોડો બોલકણો હતો , તે ઓપન માયન્ડેડ હતો જે હોય તે મોં પર કહી દેવું એ એના સ્વભાવમાં હતું , એટલે એણે જ આગળ વાતની શરુઆત કરી 

રોહિતે કહ્યું “ હું હાલ રાવી હોટેલ ઇન અહેમદાબાદમાં મેનેજર તરીકે જોબ કરું છું.મારી ફેમીલી માં હું માય એલ્ડર સિસ્ટર અને મમ્મી-પપ્પા છીએ. હું હવે સારી જગ્યાએ સારી જોબમાં કમ્ફર્ટેબલ છું, એટલે મેરેજ માટે વિચારું છું...તમે શું વિચારો છો ..મેરેજ માટે? 


સિયાએ રોહિતની વાત સાંભળી પછી કહ્યું ...” હું હાલ કોલેજમાં લેક્ચરર છું, ફેમીલીમાં મારા મધર સિવાય બીજું કોઈ નથી ..” સિયા આગળ બોલે એ પહેલા રોહિતે પૂછ્યું “ ઓહ એમ તો તમે કયો સબ્જેક્ટ ભણાવો છો? “ સિયાએ કહ્યું “હિસ્ટ્રી“

રોહિતે પૂછ્યું “તો તમને શું લાગે તમારો હસબન્ડ કેવો હોવો જોઈએ?“  

સિયાએ કહ્યું “હમમ ..કઈ ખાસ નય ...પણ ગર્લ્સની રીસ્પેક્ટ કરતો હોવો જોઈએ, મ્યુચ્યુલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, સારું ફેમીલી ,સારી જોબ ....”

રોહિતે કહ્યું “તો તમને શું લાગે છે?, આમાંથી એકાદ ગુણ મારામાં છે કે ..?”

સિયા થોડી સ્માઈલ સાથે “ એતો હું તમને જાણીશ પછી જ ખબર પડશે ..” 

“ઓહ.. એમ તો હજુ શું જાણવું છે તમારે એ કહો “ રોહિતે કહ્યું .


    ‘સિયાએ મનમાં વિચાર્યું આ વેબસાઈટ પર આપેલી ઇનફોર્મેશન પરથી હું રોહિતને મળવા આવીતો ગઈ, પણ શું રોહિત મારા માટે પરફેક્ટ છે ?,હું એની સાથે મારી આખી લાઈફ વિતાવી શકીશ, આ ઈન્ટરનેટ ના જમાનામાં કોઈ એવું નથી જેની પાસે મોબાઈલ ન હોય, બધા જ આવી સાઈટ નો ઉપયોગ કરતા જ હોય છે,ત્યારે મારે રોહિત પર ભરોસો કરવો જોઈએ, એ મારા પહેલા કોઈને મળ્યો હશે ? બીજા કોઈ સાથે વાતચીત કરતો હશે? ,કે પછી મારા જેમ એ પણ પહેલી વાર આ રીતે કોઈને મળતો હશે ....મારે આ વિશે એને અત્યારે જ પૂછવું જોઈએ કે પછી બીજીવાર મળવું જોઈએ ....’


આ સમયે રોહિત સિયા ની આંખો વાંચવાની નાકામ કોશિસ કરતો રહ્યો પછી બોલ્યો “શું વિચારો છો?”

સિયાએ આંખ પાંપણ જબકાવી, આજુ બાજુ જોવા લાગી..જેમ કે રોહિતથી નજરો ચુરાવી રહી હતી,

અને રોહિત બોલ્યો “શું થયું ?” ; ‘કઈ નઈ ,બસ એમજ આઈ એમ ફાઈન’ સિયા એ કહ્યું ...રોહિત કઈ સમજી ના શક્યો.”તો બીજું આજના દિવસનું શું પ્લાન છે, તમારે....?” સિયાએ પૂછ્યું ..

આજેતો ...બસ તમને મળવા આવાનો હતો એજ પ્લાન છે પણ એ ખબર નથી કે તમે ક્યાં સુધી સાથે રહેશો? ..રોહિતે સ્માઈલ સાથે કહ્યું...’હા એતો છે મને પણ નથી ખબર..’સિયા એ કહ્યું ;

   

સિયાએ એના મામાએ બતાવેલા આઠેક જેવા છોકરાઓ ને અમુક વખતતો ખાલી ફોટો જોઇને, ફેમીલી બરાબર નથી, અજ્યુકેસન ઓછું છે, કુંડળી નથી મળતી..વગેરે જેવા બહાના કરીને ના પાડી હતી..જેમાંથી સાચું કારણ કઈ ન હતું જયારે અત્યારે સામે પરિસ્થિતિ જુદી છે મારી હા પાડવાનું કારણ પણ મારી મધર છે અને ના પાડવાનું કારણ પણ એજ.. આમ તો એનો રવિવાર સિવાય ના દિવસોનો સમય કોલેજ માં વીતી જતો ત્યારે સાંજે એકજ ટાઇમ તેની મધર સાથે બેસીને જમવા મળતું ત્યારેજ આખા દિવસની સારી-નરસી વાતો શેર થતી, એ એના આખા દિવસ માં શું બન્યું એ કહેતી અને સિયા એના કોલેજની વાતો કેતી, પણ સિયાની અમુક વાતો તો એના સમજ માં જ ન આવતી એ ખાલી માથું હકારમાં હલાવીને સાંભળ્યા કરતી , સિયા પણ એ જાણતી પણ એના સિવાય બીજું કોઈ ન હતું જેની સાથે એ વાતો શેર કરતી , એમ જવાબદારીઓ ના ભથ્થા સાથે જીવવાનું...જોઈએ એવી કઈ મજા નતી બસ સમય વીતતો જતો અને દિવસો વિતતા જતા ..સાથે જન્મ દિવસની તારીખો સાથે ઉંમર પણ વીતતી જતી હતી

હવે જયારે સાચે મેરેજ માટે વિચારી રહી હતી ત્યારે કોના પર ભરોસો કરવો એ નતુ સમજાતું ....  


**


સિયા અને રોહિત સોસીયલ મીડિયા ના માધ્યમથી એકબીજા ને મળ્યા. ત્યારે સિયાના મનમાં ઘણા બધા સવાલો થયા હતા ..

આ વાત ને એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો, સિયાને હજુ પણ તેના સવાલોનો જવાબ ન હતો મળ્યો “શું કરું તેના મેસેજનો રીપ્લાય આપું કે નય, તેણે તો મને ડાયરેક્ટ જવાબ જ પૂછ્યો છે, તેને એકવાર મળ્યા પછી લાગે છે કે હું તેની એ વાતો ને મિસ કરી રહી છું એનો એ મઝાકિયો સ્વભાવ, તરત જ વાત નો જવાબ આપવો, પ્રશ્નો પુછવા, અને તેના જીવનસાથી સાથે વિચારેલ સ્વપ્નો ના દ્રશ્યો તો ફક્ત તેની વાતો એ જ મારી નજર સમક્ષ ચીતરી નાખ્યા હતા ...શું સાચે એ એવોજ હશે..પણ આજે તો એનો મેસેજ જ નથી આવ્યો કદાચ એ ...ખબર નય કેમ ક્યાય મન નથી માનતું...જયારે આપણને કોઈ પસંદ આવી જાય છે ત્યારે આપણે તેના દુર્ગુણ નથી જોતા અને નાપસંદ હોય ત્યારે ગુણ નથી જોતા...હજુ આજેય રોહિત ના વિચારોની વ્યસ્તતા એ મને મૌન આપ્યું છે.  


 સિયા આજે બજારમાં શાકભાજી લેવા ગઇ હતી. પેલા શાકવારા કાકા જોડે ભાવ માટે નોક જોક કરી રહી હતી, તેના બંને હાથમાં થેલી હતી જેમાં ઘરનો બીજો કરિયાણાનો સમાન હતો અને બીજી થેલીમાં શાકભાજી લેવાના હતા..દિવસના અગિયાર વાગ્યા હતા થોડો તાપ હતો ગરમી પણ લાગી રહી હતી..છતાં એ પાંચ- દસ રૂપિયા માટે રક-જક કરી રહી હતી.તેવામાં તેના બગલમાં ભરાવેલા પર્શમાં મુકેલો મોબાઈલ ફોન રણકવા લાગ્યો.એટલે પાંચ રૂપિયા જતા કરી એકટીવા તરફ ગઇ, થેલીને જેમ તેમ પકડી અને ડેકી ખોલી થેલી અંદર મૂકીને ફટા –ફટ ફોન ઉપાડ્યો.

તેની મધરનો ફોન હતો તેણે કહ્યું “ કોઈ રોહિત નામનો છોકરો તને મળવા આવ્યો છે , તો તું ફટાફટ ઘરે આવી જા..”


આટલું સંભાળતા જ સિયાના હ્રદયના ધબકારા વધી ગયા..”.રોહિત મને મળવા ઘરે આવ્યો છે, તેને શું વાત કરવી હશે?”સિયા એકટીવા ચલાવતા ચલાવતા વિચારી રહી હતી .હું એને શું જવાબ આપીશ...હું એના ઘરે આવવાની વાત સાંભળી આટલી ખુશ કેમ થઇ ગઇ, પણ એ પૂછશે કે મેં એના મેસેજનો રિપ્લાય કેમ ના કર્યો તો હું શું જવાબ આપીશ?..કઈ બીજું કહી વાત ફેરવી નાખીશ.

પણ , નહીતો ..જેવા કેટલાય સવાલો એ સિયાના મગજને વ્યસ્ત કરી નાખ્યું..જેટલી સ્પીડ સાથે ઘરે જવા નીકળી હતી તે એટલી સ્પીડનો જેમ જેમ ઘર નજીક આવતું જતું તેમ તેમ ઘટાડો થવા લાગ્યો.


અને એ ઘરે પહોંચી ત્યારે..તેના ચહેરા પર ના રોકાતી સ્માઈલ, આંખોમાં ચમક ..અને અજીબ ખુશનુમા મોજુદ હતી...કદાચ એ આ રોકી શકી હોત ....પણ ..ઘરમાં ઘુસતાની સાથે જ...તેણે જોયું કોઈ સોફા પર બેઠેલું હતું ..હાથમાં પકડેલો સામાન એક બાજુ મુકી તેની સામે જાય છે, અને એ બોલ્યો ..”ગુડમોર્નિંગ મેડમ ...”અને સિયા એને જોતી જ રહી ગઇ તેના ગ્રીટિંગ નો પણ જવાબ ના આપ્યો, એ આશા ભરી નજરો થી સિયાની સામું જોતો રહી ગયો. અને સિયા ની મધર આવી તેને સિયા ને કહ્યું “એ ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છે” અને સિયા સજાગ થઇ, તેના વિચારોનું તદ્દન ઉલટું પરિણામ આ તો મારા ક્લાસનો સ્ટુડેન્ટ રોહિત છે, જાણે અ જાણે કેમ મને એટલું બધું દુઃખ થયું, હું મારા જ પ્રશ્નોનો જવાબ શોધી ના શકી...અને બોલી “ હા શું કામ હતું રોહિત ..?”અને એ બોલ્યો ‘મેડમ આવતા વિકથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે સો મને હિસ્ટ્રીના ઈમ્પોર્ટન્ટ ક્વેશ્યન જોઈતા હતા..” સિયા એના રૂમમાં ગઇ આઈએમપી ક્વેશ્યનનું લીસ્ટ લાવીને રોહિતને આપ્યું. રોહિતે સિયાનો આભાર માન્યો ..સિયાએ કહ્યું ‘બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ‘. કહ્યું. અને એ ચાલ્યો ગયો.


      હવે રાતના આઠ વાગ્યા હતા. સિયા તેની મધર સાથે જમવા બેઠી હતી.અને અચાનક જમતા જમતા તેની મધરને ખાસી આવી ગઇ અને ..સિયા તરત જ પાણી નો ગ્લાસ લઈ એના તરફ દોડી. અને પીઠ પીઠ પર હાથ ફેરવતા ફેરવતા બોલી..”મમ્મી હું નહિ હોવ ત્યારે....” બોલતા બોલતા તેના હોઠ સાથે હાથ પણ કંપી ગયા, અને એ પાણીનો ગ્લાસ નીચે મૂકી ત્યાજ બેસી ગઇ.


હવે રાત્રે સુતી વખતે ઊંઘ તો કોને આવતી હતી..? બસ પાસા બદલાતી રહેતી હતી..અને ઘણું વિચાર્યા પછી એણે રોહિતના મેસેજ નો રિપ્લાય આપી દીધો..કહ્યું કે એ તેને ફરીથી મળવા માંગે છે, રોહિત પણ તેની વાત સાથે સહમત થયો. અને બંનેવે ફરી મળવાનું નક્કી કર્યું.. આ વખતે સિયાએ નક્કી કર્યું કે એ રોહિત ને બધી વાત કરી દેશે,જે પણ એ એના વિશે વિચારતી હોય ને એના મધર વિશે પણ ...

     મનમાં રહેલા દરેક સવાલોનું પોટલું આજે ખાલી કરી દઈશ તેવા નિશ્ચય સાથે સિયા રોહિતને મળવા પહોંચી..આ વખતે રોહિતના કહ્યા મુજબ બ્લુ કલરનો અનારકલી સલવાર પહેરેલો સાદા ડાયમંડથી જ્હળહળતી ઈયરીંગ પહેરેલી. એમાં એને ઢાંકી દેતાં ખુલ્લા વાળ ને થોડી ઉંચી હિલના સેન્ડલ...પહેરેલા !


Rate this content
Log in

Similar gujarati story from Drama