Suthar Harshika

Tragedy

3  

Suthar Harshika

Tragedy

પ્રિય બહેન..

પ્રિય બહેન..

4 mins
7.3K


અમુક એવા કિસ્સા આપણા જીવનમાં બનતા હોય છે જે આપણે કદી ભૂલી શકતા નથી પરંતુ તે સત્ય હકીકત છે કે મૃત્યુ પામેલા કદી પાછા ફરતા નથી ફક્ત આપણા હદયમાં અમર થાઈ જાય છેતે હકીકત પોતે સ્વીકારીને સકારાત્મક વિચારધારા વિકાસાવવી જોઈએ.

       

પ્રિય બહેન,

મારાથી નાની હોવા છતાં તારી ઉંચાઈનો ફાયદો ઉઠાવી ગઈ કદી ન ઉતારી શકું આવું ઋણ મારા માથે ચડાવતી ગઈ. તું નથી મારી પાસે પણ તારી સાથે વિતાવેલી ક્ષણો મારી આંખ ના નેત્રપટલ પર સંતાકુકડી રમ્યા કરે છે, ક્યારેય ભૂલી નહિ શકું હું તે કાળમુખો દિવસ દિવાળી વખતની અગિયારસનો એ પોસ્ટર તો મેં જ બનાવ્યું હતું એ મારે જ ચોટlડવાનું હતું, ન તું ગઈ હોત ન આ વાયર ના વીજ તણl ચમકારા તારા પર ત્રાટકત ને તું મારાથી દૂર થાત તને યાદ છે? આપણે સાથે બેસીને જોતા એ ક્રિકેટ આઇપિએલ અને વર્લ્ડ કપની મેચો, આજેય મારો ફેવરીટ ખિલાડી જીરોમાં જ આઉટ થાય છે પણ મને ચીડવતી તું કઈ બોલાતી જ નથી સ્પર્શતા તારા ચિત્ર ને કઇક વિચિત્ર લાગતું હમણા જાણે તું બોલશે સંભાળ કહું છું જlગ મને એકલી મૂકી ને તું કયા સંસાર માં ચાલી ગઈ છું,તું સુખમાં છે કે દુ:ખમાં એક ઈશારો તો કર ,આજે પણ પહેલા ની જેમ જ સીરીઅલો ના ભાગ જોવાના રહી જાય છે જે તું કહી ને સંભળાવતી હતી એ સીરીઅલો તો હજુય ચાલે છે પણ જોવામાં મન નથી લાગતું એક વરસ પણ વીતી ગયું પણ એક દિવસ પણ એવો નથી ગયો કે મેં તને યાદ ન કરી હોય,એ હકીકત એ અનુભવ એતો હું અને મારી કલમ જ જાણે છે, મને ખબર નથી કે હું એ સદમો કેવી રીતે સહન કરી ગઈ એક તું જ હતી જે મારી કવિતા વારતા ઓ સંlભળાતી હતી, અત્યારે પણ ઘણl સંભાળે છે પણ તારી જેમ કોઈ ભૂલો નથી સુધારતું, સાથે રમતા ભણતાં વાંચતા લખતા શિયાળામાં તાપણું કરી મોડે સુધી જાગતા. તું તારા સ્કુલ ની વાતો કહેતી ને હું મારા કોલેજની વાતો કરતી યાદ છે? તને એકવાર મેં ટીવી નું રીમોટ સંતાડી દીધેલું અને તે મારી ડાયરી સંતાડેલી, આજે આ ડાયરીમાં બસ તારાજ સંસ્મરણો ચીતરવાનું મન થાય છે આજેય જાવ છું પાવાગઢ ના ડુંગરે ફરવા જે પથ્થર પર આપણે આપણા નામ ચીતર્યા હતા તે પત્થરો ય એમાનુ મૌન નથી તોડતા પાવાગઢથી સવથી પહેલા નીચે ઉતરવા ની રેસ માં હંમેશા તું જીતી જતી અત્યારે હું જીતી ને ય હારી જાવ છું, રાત્રી પડે અંધકાર માં તારા અજવાળા મારી આંખોને અંજાઈ દે છે અને ત્યારે મારા હૃદય નો દર્દ ભર્યો દરિયો આંસુ બની ને ઉભરાઈ જાય છે જગત માં કોઈ આવું કામ નથી જે મેં તારા વગર કર્યું હોય ,જગત માં કઈ આવી વાત છે જે માં તને ન કરી હોય , મારી આંખો સામે જ તારી અંતિમવીધિઓ,બેસણું વગેરે પત્યાં છે પણ છતાય મન માનવા તૈયાર નથી કે તું હવે આ દુનિયા માં નથી જયારે તું સાથે હતી ત્યારે તારા સાથ થી તારા હાથ થી દિલ ને દિલાસો મળતો હતો હવે ક્યાં જવું અંધકાર માં કોઈ રસ્તો જડતો નથી, કેમ? એટલું જ ભાગ્ય લઈને આવી હતી તું મને કઈ વધુ જીવવું હતું તારી સાથે પણ કઈ ન મળ્યું બસ પુષ્પો જ મળ્યા તારી ઉપર નાખવા માટે ખબર છે મને મારા આ પત્ર નો જવાબ મને ક્યારેય નથી મળવાનો છતાં જોવાતી રાહ રહેશે વહાલી તારા માટે મારા હૃદયથી નીકડેલી આ કવિતા તારા ગયાના બીજા જ દિવસે સૂજેલી આ તને કવ છું.

                   મૂકીને મને એકલી 

મુકીને મને એકલી ગઈ દુ:ખમાં કે ગઈ સુખમાં?

કયા સંસારમાં એક તો ઈશારો કર 

રાત્રી પડે અંધકાર માં તારા અજવાળા અંજાઈ દે,

દર્દ માં દિલ નો એ દરિયો અશ્રુ બની ઉભરાય દે 

જગત માં કયું એવું કામ છે તારા વગર જે હું કરૂ,

જગત માં કઈ એવી વાત છે કહ્યા વગર જે હું રહું 

 

આંખો સમક્ષે તું જલી પણ મન નથી તે માનતું,

રડે છે તારી યાદ માં બીજું કઈ નથી તે જાણતું 

તારા સાથથી તારા હાથથી દિલ ને દિલાસો મળતો હતો,

હવે ક્યાં જવું અંધકાર માં કોઈ રસ્તો જડતો નથી,

 

સ્પર્શતા તારા ચિત્રને કઈક વિચિત્ર લાગતું 

હમણા જાણે તું બોલશે સાંભળ કહું છું જાગ તું,

ભાગ્ય લઈને આટલું આવી હતી સું ગોતવા 

ન મળ્યું બીજું કઈ મને પુષ્પો મળ્યા બસ નાંખવા 

યમ બનીને ત્રાટક્યા વીજ તણા ચમકારા કઈ 

હાથ તારો પકડી ને તારી વેદના હું જાણી ગઈ,

કઈ કરું તે પહેલા તું તરીયામાં સમાઈ ગઈ 

                      


Rate this content
Log in

Similar gujarati story from Tragedy