Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

"Komal" Deriya

Abstract Romance Tragedy

4  

"Komal" Deriya

Abstract Romance Tragedy

પ્રેમ : લાગણી કે બંધન - 3

પ્રેમ : લાગણી કે બંધન - 3

4 mins
234


સમર ખુબ ગુસ્સામાં દવાખાને પહોંચ્યો. વિધિ એ એના કાર્યક્રમ વિશે પણ કંઈ કહ્યું નહતું. બધા લોકોના અભિનંદન વચ્ચે એ બસ જાણવા માગતો હતો કે આ કાર્યક્રમ વિધિને કેવો લાગ્યો પણ વિધિ ને તો એ કહેવાનો સમય જ નહોતો અને એ તો એની સાથે કોઈ વાત પણ કરવા નથી માગતી એવું સમરને લાગવા લાગ્યું. સમરને એમ કે મે વિધિ માટે આટલી મહેનત કરી અને ગરબાનું આયોજન કર્યું અને એ તો ખબર નહીં કઈ દુનિયામાં છે. 

પણ પછી એને વિધિ ને રડતી જોઈ એટલે એનો ગુસ્સો બતાવી ના શક્યો. સમર ખુબજ સરળ સ્વભાવનો વ્યક્તિ હતો અને તે વિધિ ને ખૂબ જ પ્રેમ કરતો હતો. વિદેશની ધરતી પર ફક્ત વિધિ જ હતી જેના પર એ આંખો બંધ કરીને વિશ્વાસ કરતો હતો. એ વિધિ ને દુઃખી કરવા માંગતો ન હતો એટલે એ એની ખૂબ કાળજી લેતો, ક્યારેય ગુસ્સાથી વાત પણ ના કરતો. જ્યારથી વિધિ સાથે એના લગ્ન થયા ત્યારથી લઈને આજ સુધી એને વિધિને ક્યારેય આમ વર્તન કરતા જોઈ નથી અને વિધિ ને રડતા આવડે છે ! એવું તો એને આજે પહેલીવાર ખબર પડી. કેમકે એ જે વિધિ ને જાણતો હતો એતો પતંગિયા જેવી મસ્ત મગન રહેવા વાળી હતી, તે પંખીની જેમ ખુલ્લા આકાશમાં ઊડતી રહેતી અને માછલીની જેમ આખો દિવસ આમતેમ આનંદમાં ઉછળકૂદ કરતી એના માટે તો બધું જ સરળ હતું. એ ક્યારેય ગમે તેવી પરિસ્થિતિમાં ઉદાસ કે હતાશ થતી નથી. આ જોઈને સમર પણ હંમેશા ખુશ રહેતો. બંને જણા સાથે ખૂબ પ્રેમથી અને આનંદથી રહેતા પણ આ એક રાત તેઓનું જીવન અસ્તવ્યસ્ત કરી ગઈ. 

વિધિએ જેવો સમર ને ત્યાં આવેલો જોયો કે તેની સામે જોરથી રડવાનું શરૂ કર્યું અને સમરને ભેટી પડી. સમરે તેને પ્રેમથી શાંત કરી અને ધીમેથી પૂછ્યું કે, "થયું શું છે ? કેમ આવું વર્તન કરે છે ? કેમ આખો દિવસ રડ્યા કરે છે ? કેમ મારાથી વાત નથી કરતી ? શું મારાથી કોઈ ભૂલ થઈ છે ! જો એવું કંઈ થયું હોય તો હું માફી માગું છું પણ તું આવી રીતે દુઃખી ના થયા કર. તને જે પણ તકલીફ હોય તે તું મને કહી દે. હું હંમેશા તારી ખુશી માટે તારી સાથે જ છું. "

સમર નો આટલો વિશ્વાસ અને આટલી સમજદારી ભરેલી આ વાત સાંભળી વિધિ એ ડૂસકાં ભરતા માંડીને આખી વાત કરી...

વાત જાણે એમ હતી કે...

 આજથી આઠ વર્ષ પહેલા 12મું ધોરણ પાસ કરીને વિધિ એ મેડીકલ કોલેજમાં એડમિશન લીધું. વિધિ એક સામાન્ય પરિવારમાંથી હતી. એ સ્વભાવે સરળ, ચહેરો ઘાટીલો, શ્યામવર્ણી, મહેનતુ અને મહત્વકાંક્ષી છોકરી હતી. અભ્યાસ માટે ઘરથી દૂર હોસ્ટેલમાં રહેતી હતી. એની પાસે એના ધ્યેય પુરા કરવા સિવાય બીજું કોઈ કામ ન હતું. એના માટે એના સપના જ એનું જીવન હતું. ખૂબ જ ઓછા મિત્રો હતા અને બીજી પ્રવૃત્તિઓમાં પણ એ ધ્યાન આપતી નહીં.

 બીજી બાજુ વિધિના ક્લાસમાં 'મિતેશરાજ' પણ હતો. તેને ભણવામાં જરાય રસ ન હોવા છતાં એ કોલેજમાં આવ્યો હતો એની મમ્મીની ઈચ્છા હતી એટલે. બધાને હેરાન કરવા ભલે પછી એ શિક્ષક હોય કે વિદ્યાર્થીઓ, જોર જોરથી ગીતો ગાવા એને બહુ ગમતાં પણ એનો અવાજ ખૂબ સારો હતો એટલે ઘણાને એના ગીતો ગમતા. કોલેજમાં બધા તેને રાજ કહીને જ બોલાવતા. એક દિવસ રાજની નજર વિધિ પર પડી. એક નજરે જોતા જ રાજ તો વિધિમાં જ ખોવાઈ ગયો. એણે નોંધ્યું કે આખા ક્લાસમાં એ એક જ હતી જેને કોઈ મિત્રો નહતા. ભણવા સિવાય એ કોઈ વાત પણ નહતી કરતી પણ એની સાદગી તરફ રાજ નું ધ્યાન ખેંચાયું હતું. એની સરળતા જોઈને રાજ અચંબિત થઈ ગયો હતો અને પછી તો રોજ વિધિ ને જોઈ રહેવાનું અને તેની સાદગી માણવાનો મિતેશ રાજ નો જીવન ઘટનાક્રમ બની ગયો.

આવું ઘણો સમય ચાલ્યુ. એક દિવસ લાગ જોઈને રાજ વિધિ ની બાજુમાં બેસી ગયો અને વાત કરવા લાગ્યો પણ એ કંઈ બોલી નહીં. હવે આવી રીતે રાજ દરરોજ વિધિની આસપાસ રહેવા લાગ્યો. વિધિ કંઈ ના બોલે, એકદમ ચૂપચાપ બેઠી હોય તોય રાજ એકલો જ વાતો કરે જાય. કોલેજ નો સૌથી અનિયમિત અને મસ્તીખોર છોકરો દરરોજ કોલેજમાં આવવા લાગ્યો તથા પહેલી હરોળમાં વિધિ સાથે બેસી ને ભણવા લાગી ગયો. આમાં વિધિએ કઈ કર્યું નથી પણ વિધિની સાથે રહેવા માટે થઈને રાજ આ બધું કરતો હતો. જેથી એ વધારે માં વધારે સમય એની સાથે વિતાવી શકે. રાજ એવો કોઈપણ મોકો જવા ના દેતો જેમાં એ વિધિની સાથે રહી શકે. જેના કારણે એ વિધિ ની જેમ નિયમિત વિદ્યાર્થી બની ગયો. અને અંતે પહેલી વાર એણે પરીક્ષાનું સારું પરિણામ મેળવ્યું. એની ખુશીનો પાર ન હતો, કેમકે એણે ધાર્યું પણ ન હતું કે એ ક્યારેય પાસ પણ શકશે ! તેના મિત્રો અને મમ્મી પપ્પા પણ આ વાત જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા.

પણ એક તરફ રાજ થોડો નારાજ અને દુઃખી હતો કેમકે હજુ એની દોસ્તી વિધિ સાથે થઈ ન હતી. રાજ વિધિ ને ખુબ જ પસંદ કરતો હતો અને આ વાત તેણે વિધિને ઘણીવાર કહી પણ હતી. પરંતુ વિધિએ એને કંઈ જ જવાબ આપ્યો ન હતો. રાજ હજુ પણ વિધિ સાથે મિત્રતા કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતો હતો અને અંતે...!


Rate this content
Log in

More gujarati story from "Komal" Deriya

Similar gujarati story from Abstract