Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

AB MEMI

Fantasy Thriller

4.7  

AB MEMI

Fantasy Thriller

સંધ્યા કાળે સૂર્યોદય

સંધ્યા કાળે સૂર્યોદય

5 mins
375


 શનિવાર હોવાથી અંજન આજે ઓફિસેથી જલ્દી છૂટી સીધો શોપિંગ મોલમાં ગયો. સુરત જેવા વિકસતા શહેરમાં એકલો રહેતો અંજન આખા અઠવાડિયાનું જરૂરિયાતનું શોપિંગ શનિવારે કરી લેતો. પાંચ આંકડાનો મોટો પગાર હોવાથી તેને શોપિંગ મોલનું શોપિંગ મોંઘુ ન લાગતું.

જેવો શોપિંગ મોલમાં કાર પાર્કિંગ કરી આગળ વધતો હતો, ત્યાં જ સંજનાને જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. લગ્ન કરી લીધેલ સંજના એકલી તો નહિ જ હોય એની એને ખાત્રી તો હતી જ, પણ કાર પાર્કિંગમાંથી એક કાર નીકળીને સંજના પાસે અટકી અને એ કારની આગળની સીટ પર સંજના બેઠી, ત્યાં જ એની નજર ડ્રાઇવિંગ સીટ પર ગઈ. સંજના આગળની સીટ પર બેઠી એટલે એની સાથે આવેલ યુવક ડ્રાઇવર તો ન જ હોય, પરંતુ એ યુવાનને જોઈને એની આંખોમાં પ્રશ્નો અને આશ્ચર્ય ઊભરી આવ્યા, કારણકે અંજન સંજનાના પતિને ઓળખતો હતો અને આ એનો પતિ ન હતો.

આ પ્રશ્નો અને આશ્ચર્યનો અંત લાવવા એ પણ શોપિંગ છોડી કારમાં બેઠો. પીછો કરતા કરતા અમદાવાદની કોલેજના એ દિવસો આંખ સામે આવવા માંડ્યા. કોલેજમાં ભણવામાં એટલો હોશિયાર તો નહીં પણ દરેક ઈત્તર પ્રવૃત્તિઓમાં પ્રથમ એવો અંજનનો એક સ્પર્ધામાં સંજના સાથે ભેટો થઈ ગયો. કોલેજની એ પ્રથમ વર્ષની સંજના ભણતરની સાથે નાટક અને સંગીતમાં જોરદાર પર્ફોર્મન્સ આપતી હતી. એ અચાનક થયેલો ભેટો દોસ્તી, ગાઢ દોસ્તી અને વગર પ્રપોઝે થયેલા પ્રેમ સુધી ચાલ્યો. ધનવાન વર્ગમાંથી આવતો અંજન અને મધ્યમ વર્ગની મહેનતુ સંજના રોમિયો અને જુલિયટની જોડીથી કમ ન હતા.

સંજનાની કારના પીછા પછી એણે સંજનાની કાર ને હાઇવે તરફ એક હોટલ તરફ વળાંક લેતી જોઈ. સંજના સાથેના એ સોનેરી દિવસો યાદ કરતા શોપીંગ મોલથી હોટલ સુધીનો એક કલાકનું અંતર પણ એના ધ્યાનમાં ન રહ્યું. આ એક કલાકમાં એના સાથેના પ્રથમ દિવસની અચાનક મુલાકાતથી લઈ, અભ્યાસમાં કરવામાં આવતી એકબીજાને હુંફાળી મદદ, ઈતરપ્રવૃત્તિઓ માટે એકસાથે કરાતી તૈયારી, લારીઓ પર સાથે થતા નાસ્તા, હોટલોમાં થતાં લંચ અને ડિનર, બગીચાઓમાં વિતાવવામાં આવેલા કલાકો, બર્થ ડે અને પ્રસંગો પર આપવામાં આવતી પ્રેમભરી ગિફ્ટ અને થિએટરના કે જેના અંધારામાં નાખેલા હાથોમાં હાથ, અને બાલ્કનીની સીટમાં આપેલા એકબીજાને તસતસતાં ચુંબનો અને ગાઢ આલિંગન એ બધું જ માનસપટ પર ફિલ્મની પટ્ટીની જેમ પસાર થઈ ગયું.

* * *

સંજનાની કાર હોટલના પાર્કિંગમાં અટકી,એણે પણ થોડી દૂર પોતાની કાર પાર્ક કરી. સંજના એની સાથેના અજાણ્યા યુવક સાથે હોટલના પગથિયા ચડી. અંજન અવઢવમાં હતો કે યુવકની હાજરીમાં સાથે વાત કરવી કે ન કરવી. થોડીવાર પછી અંદર જવાનો નિર્ણય કર્યો અને એ પણ પગથિયા ચડ્યો પણ ડાઇનિંગ હોલમાં એ નજરે ના પડી. આમ તેમ ફાંફા માર્યા પણ ક્યાંય દેખાઇ નહીં સંજના. હોટલની પાછળ જઈને જોયું તો પહેલા માળે લઈ જતા પગથિયા નજરે પડ્યા, અને ત્યાં ચાર પાંચ બંધ રૂમોના બારણા જોઈને એને ફાળ પડી. અંજન ફરી કારમાં આવ્યો પરંતુ એનું મગજ કામ કરતું અટકી ગયું હતું. કારમાં બેસતા જ એ ફરી એકવાર ભૂતકાળમાં સરી પડ્યો.  

એમના ચાલેલા ચાર વર્ષના પ્રેમપ્રકરણ પછી જ્યારે લગ્ન માટે એણે ઘરમાં સંજનાની દરખાસ્ત મૂકી. ત્યારે મધ્યમ વર્ગની દીકરી સાથે લગ્નનું વિચારતાં જ પૈસા ના પૈસાના પૂજારી એવા એના પિતા ધુંવાપૂવા થઈ ગયા હતા. એના પિતા તો એને કોઈ એમનાથી વધુ ધનવાન ઘરની પુત્રી સાથે વિચારતા જેથી પૈસાની ખોટ ના પડે. પિતાના ઈનકારને માથે ચડાવી પોતે ઘર છોડી સંજનાને અપનાવવા તૈયાર થયો હતો. પરંતુ પોતાને નવ મહિના કૂખમાં રાખનાર ડાયાબિટીસ ની દર્દી એવી પોતાની મમ્મીને આદેશને લઈ, પોતે કદી લગ્ન ન કરવાની શરતે જ ઘરમાં રહ્યો હતો. પણ એ ડાયાબિટીસએ જ્યારે માને ઈશ્વરના દરબારમાં પહોંચ્યા ત્યારે પોતે પણ નોકરી માટે એ પિતાનું ઘર છોડ્યું હતું. પરંતુ હવે અંજનાને જીવનસાથી બનાવવાનું એ એક સપનું જ રહી ગયું હતું.  

બીજાની ધર્મપત્ની થઈ ગયેલી સંજનાને એ આજે જોઈ પણ શકતો ન હતો. પણ આ અચાનક ફરીવાર થયેલો સંજનાનો ભેટો તેને અકળાવી ગયો હતો. આ બધી ઘટનાઓને યાદ કરતાં કરતાં છેવટે અંજને ધૂંધળી દેખાતી હોટલને બરાબર જોવા પોતાની આંખો લૂછી.  

* * * 

ફરી પાછા સંજના સાથેના વિચારોનો ભેટો થાય ત્યાં તો એની નજર પેલા અજાણ્યા યુવક પર પડી. પણ વિસ્મય એ વાતનું હતું કે આ વખતે સંજના સાથે ન હતી. એક પળ તો એને થયું કે આ યુવકને જ સંજના વિષે પૂછી લઉં પણ એ પરિસ્થિતિ સમજી જતાં એની રાહ જોવાનું નક્કી કર્યુ. અજાણ્યા યુવકને નીકળવાને પાંચેક મિનિટ પછી એણે સંજનાને પગથિયાં ઊતરતી જોતાં તે રીતસર સંજના તરફ દોડી ગયો. નજીક જઈ, "સંજના, સંજના" બૂમ પાડી પણ એક ઝાટકા સાથે પળવારમાં થોભી ફરી આગળ જવા લાગી.

અંજનએ નજીક જઈ તેનો હાથ જ પકડી લીધો અને કહ્યું, "સંજના, ઓળખ્યો મને ? હું અંજન. કાંઇક છૂપાવવાના હાવભાવ સાથે એ બોલી," હું સંજના નથી." 

અંજને દ્રઢ વિશ્વાસથી કહ્યું," જેને છેલ્લા છ વર્ષથી દિલો દિમાગમાં રાખીને બેઠો છું, એને ભૂલી ના શકું, સંજના ! 

સંજના સમજી ગઈ કે અંજન બરાબર ઓળખી ગયો છે પણ, એ પોતાની જાતને છૂપાવવા કોશિશ કરી રહી હતી. અંજન એનો હાથ પકડી સંજના - સંજના કરતો પોતાની કાર પાસે લઈ આવ્યો. સંજનાએ પણ કોઈ વિરોધ ના કર્યો.  

અંજનએ તેને કારની પાછળની સીટ પર બેસાડી પોતે પણ બેસી ગયો અને કહ્યું, "તારા લગ્ન તો મયુર સાથે થયા હતા તો આ કોણ?" 

જવાબમાં ચોમાસામાં વાદળોના ગડગડાટ થાય એમ ધ્રુસ્કા સાથે સંજના ચોધાર આંસુએ રડી પડી. સમજદાર અંજન કાંઈક પરિસ્થિતિ સમજી ગયો અને સંજનાને પૂરેપૂરી રડવા દીધી. અંજન તેના માથા અને વાંસા પર હાથ ફેરવી રહ્યો. ભૂતકાળના પ્રેમીની હૂંફ મળતાં જ સંજના થોડીવારમાં સ્વસ્થ થઈ. પાણી પીવડાવ્યા પછી અંજનએ પૂછ્યું, " શું થયું, સંજના ?" 

સંજના સંપૂર્ણપણે સ્વસ્થ થઈ, ખૂબ જ આદ્ર સ્વરે કહ્યું, "અંજન, આપણે છૂટા શું પડ્યા, મારું જીવન તો નર્ક જેવું બની ગયું. હું તને દોષ નહી આપું અંજન, કે તું મને અપનાવી ન શક્યો. " જગતમાં બધા જ પ્રેમ પ્રકરણ લગ્નમાં નથી પરિણમતા. આપણે પણ એમાંના જ એક હતાં, પણ મારી જે જિંદગી થઈ છે એવી તો કોઈની જ ન થતી હોય, અંજન. ધનવાન હોવાનો દેખાવ કરતો મયુરનો એ પરિવાર, એમની મીઠી અને ચાલાક વાણીમાં મારા માતા પિતા ઓગળી ગયા. મારા માટે મયુર હોય કે બીજો કોઈ, મારી હા - ના નો પ્રશ્ન જ ન હતો. જેવી રીતે તું એ તારા પિતાના ઈન્કારનો સ્વીકાર કર્યો, એવી જ રીતે મેં પણ મારા મા બાપના સ્વીકાર પર મહોર મારી. પણ સંસ્કારી દેખાતા એ મયુરએ વારંવાર બિઝનેસ કરવાના અને બિઝનેસ પાર્ટનરના બહાને મારા માતા પિતા પાસેથી પૈસા લીધા કર્યા અને એ બધા પૈસા બીઝનેસના બદલે જુગાર રમવામાં પૂરા કર્યા. જેનાથી પોતે તો કંગાળ થયો જ સાથે સાથે પિતાને પણ કંગાળ કર્યા. જુગાર માટે પહેલાં પિતાનો અને હવે મારો ઉપયોગ કરે છે. માતા પિતાની એકની એક દીકરી હોવાને કારણે અને મા બાપને વધુ બોજ ના પડે એ માટે સહન કરી લઉં છું અને સુખી હોવાનો ડોળ કરી જિંદગીનાં અંતની રાહ જોઈ રહી છું. " આટલું કહી તેણે ડૂસકું લઈ આંખના ખૂણા લૂછયાં.  

અંજને એને પોતાના બાહોપાશમાં જકડી લીધી. અંજનની બાહોપાશમાં તેને શાતા મળી. સંજના સ્વસ્થ થતાં જ અંજને સ્મિતસહ એટલું જ કહ્યું," સંજના, ચાલ, આપણે ફરી કોલેજના વિદ્યાર્થી બની જઈએ. સંજનાએ અચંબાભરી દ્રષ્ટિથી જોયું પણ અંજનનું સ્મિત જોઈ એની વિશાળ છાતીમાં મોં ખોસી દીધું.

અને એમની કાર ફરી શોપિંગ મોલ તરફ અંજનની ખરીદી કરવા આગળ વધી ગઈ. અલબત્ત, ખરીદી આજે સંજનાની પસંદગીની સુગંધ સાથે થશે.

* * *


Rate this content
Log in

Similar gujarati story from Fantasy