Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

"Komal" Deriya

Abstract Romance Fantasy

4  

"Komal" Deriya

Abstract Romance Fantasy

સફર પ્રેમની - ૮

સફર પ્રેમની - ૮

5 mins
203


ઓપરેશન પુરૂ થયું અને ડોક્ટરે બહાર આવીને ખુશીના સમાચાર આપ્યા. ભૂમિના પતિનું ઓપરેશન સફળ થયું સાંભળ્યા પછી તરત જ સાગર અને સવજીભાઈ ત્યાંથી ઘેર પાછા ફર્યા. ભૂમિ તો એટલી ખુશ હતી કે બધું જ ભૂલી ગઈ હતી પણ પછી એ આભાર વ્યક્ત કરવા માટે સાગરને શોધવા લાગી પણ એ મળ્યો જ નહી. આજુબાજુ બધે જ ફરી વળી પણ સાગર તો મળ્યો જ નહીં. એ થોડી દુઃખી થઈ ગઈ. થોડીવાર પછી એ સાગરના ઘરના દરવાજા આગળ ઊભી હતી. સાગરને જોતા જ એને ભેટીને રડવા લાગી. સાગર કંઈ પૂછે એ પહેલાં તો એણે કહ્યું, "બસ, હવે નહીં જાઉં તારાથી દૂર. તું કહીશ તો પણ નહીં જાઉં. તારા વગર આ સમય મેં કેમ વિતાવ્યો છે એ હું જ જાણું છું. "

સાગર પાછો અટક્યો, "ભૂમિ ત્યાં તારા પતિનું ઓપરેશન થયું છે, ત્યાં હોસ્પિટલમાં તારી જરૂર છે તું ત્યાં જા... "

ભૂમિ સાગરને જિદ કરીને હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં સાગર જેવો રૂમની અંદર ગયો કે તરત જ હેબતાઈ ગયો કેમકે એની સામે પથારીમાં એનો કોલેજનો મિત્ર આશિષ હતો. 

પછી એના મનમાં ઉદભવેલા બધા જ પ્રશ્નોના જવાબ માટે એને ભૂમિ સામે જોયું. કેવી રીતે આ અહીં છે અને તમે બંને સાથે કેમ છો ? 

ભૂમિ એ કહ્યું, "પહેલાં તો આ જે પણ થયું એમાં કોનો વાંક છે નિશ્ચિત કરવું અઘરું છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક તું મારા કારણે ખુબ હેરાન થયો છે એટલે હું આ બધી ભૂલો માટે તારી માફી માંગુ છું. હા હું જાણું છું કે મને માફ કરવી આટલી સરળ નથી પણ હું તને ઓળખું છું, તારી ખાસ મિત્ર છું અને એટલું તો હકથી કહી જ શકુ કે તું મને માફ ભલે ના કરે પણ મારા પ્રેમને સ્વીકારી લેજે... છેલ્લે જ્યારે આપણે મળ્યાં એ પહેલાં અને એ દિવસે પણ મેં વિચાર્યું હતું કે તને કહી દઉં કે હું તને પ્રેમ કરુ છું પણ તું મને હંમેશાં મિત્ર જ માનતો હતો એટલે મારી હિંમત જ ના થતી, અમુકવાર થતુ કે મિત્રતા જેવા સંબંધને મારે નથી બગાડવો અને હું ચૂપ થઈ જતી. પછી એકદિવસ આશિષ મારા ઘરે આવ્યો અને એને મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ આખા પરિવાર સામે મૂક્યો અને મને કહ્યું કે તેને આ કરવા માટે હિંમત અને પ્રોત્સાહન સાગરે જ આપ્યું છે. પછી મારા પિતા પણ માની ગયા અને મને પણ થયું કે તે આશિષને મોકલ્યો છે તો મારા માટે એ જ ઠીક હશે એટલે મેં પણ હા કહી દીધી. લગ્નની આગલી રાતે જ્યારે મને હકીકત ખબર પડી તો હું ખૂબ રડી પણ લગ્ન રોકવાનો કોઈ અર્થ જ નહતો. એ દિવસે હું આશિષ સાથે ફોન પર વાત કરતી હતી અને મેં તારા વિશે પૂછ્યું પછી મને આશિષે કહ્યું કે "મેં સાગરને કહ્યું હતું કે હું એક છોકરીને પ્રેમ કરું છું એટલે એણે તરત કહ્યું, ખરેખર પ્રેમ કરતો હોય તો લગ્ન માટે પૂછી જો હા પાડશે તો જીવનભર સાથે રહેશે અને ના પાડશે તો તને જીવનભર યાદ કરવાનો મોકો મળી જશે. "

આશિષનો જવાબ સાંભળ્યા પછી મેં એને પૂછ્યું, "સાગર આવવાનો છે આપણા લગ્નમાં ? "

ત્યારે એણે કહ્યું, "અરે ના, એ તો મારો મિત્ર પણ નથી અને એને એ પણ નથી ખબર કે મારા લગ્ન તારી સાથે છે કેમકે મેં એને તારુ નામ તો ક્યારેય કહ્યું જ નથી. "

આ સાંભળ્યા પછી મને થયું કે મેં એક વાર પણ તને મળીને આ વાત કરી હોત તો કદાચ એ દિવસે મારા લગ્ન આશિષ સાથે ના થયા હોત પણ હું તો તને પ્રેમ કરતી હતી ને એટલે જો તારી સામે આવી હોત તો ભાંગી પડતી, તને છોડીને પાછી જઈ જ ના શકી હોત. પછી એ દિવસે મેં આશિષને બધી વાત કરી અને એ પણ કે હું સાગરે તને મોકલ્યો એટલે લગ્ન કરવા માટે તૈયાર થઈ. 

આશિષ મારી વાત તો સમજી ગયો અને એને મારા પ્રેમને માન પણ આપ્યું પણ અમારે લગ્ન તો કરવા જ પડ્યા. કેમકે છેલ્લાં દિવસે લગ્ન કરવાની ના જો આશિષ પાડે તો મારા પિતાની બદનામી થાય અને હું ના પાડું તો આશિષના મમ્મી હૃદયરોગ ના દર્દી હતા જો એ આ સહન ના કરી શકે તો કદાચ એમની મૃત્યુ પણ થઈ શકે. આમ છેલ્લી ઘડીએ લગ્ન માટે ના કહેવાનું કોઈ કારણ ન હતું અને ઉપરથી એ પણ ખબર ન હતી કે તું મને પ્રેમ કરે છે કે નહીં. કદાચ તારા લગ્ન પણ થઈ ગયા હોય આમ, તારું નામ લઈને પણ ના પાડી શકાય એમ ન હતું. આવા ઘણા બધાં પ્રશ્નોના જવાબ અમારી પાસે હતા જ નહીં એટલે છેવટે અમે લગ્ન કરી લીધા અને તરત જ વિદેશમાં જતા રહ્યાં. ત્યાં હું મારી નોકરી કરતી અને આશિષ એનું કામ સંભાળતો. અમે ક્યારેક ક્યારેક મળતાં આશિષે મને ડિવોર્સ આપી ત્યાં જ બીજા લગ્ન કરી લીધા. એને બે બાળકો પણ છે. એક દિવસ આશિષ મારી પાસે આવ્યો અને કહ્યું મારા પપ્પા એ આપણને મળવા બોલાવ્યા છે મારા મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યાં. જેવી આ વાત મેં સાંભળી અમે તરત જ અહીં આવી ગયા. એકાદ મહિનો અમે અહીં સાથે રહ્યાં અને સાગરને ખબર પડી કે એને કેન્સર થયું છે એટલે અમે અહીં થી પાછા જવાનું કહી અહીં આ હોસ્પિટલમાં આવી ગયા. ત્યાં તેની પત્ની અને બાળકોને પણ ખબર નથી કે તે હોસ્પિટલમાં છે અને એમને ખબર ના પડે માટે એમ કહ્યું કે પપ્પાની તબિયત ખરાબ છે એટલે હમણાં ત્યા નહીં આવી શકાય અને અહીં એના પપ્પાને કહ્યું કામ ખૂબ છે એટલે ત્યાં પાછા જવું પડશે. 

છેલ્લા આઠ મહિનાથી અમે બંને અહીં જ છીએ. હોસ્પિટલનો ખર્ચ એટલો બધો હતો કે મારા બધા જ રૂપિયા ખર્ચ થઈ ગયા એટલે મને છેલ્લે તારી મદદ માંગવી યોગ્ય લાગી એટલે મેં તારા જુના નંબર પર ફોન કર્યો અને નસીબજોગ મારી વાત તારી સાથે થઈ ગઈ. મેં અને આશિષે લગ્ન તો કર્યા છે પણ બીજા જ મહિને અમે છૂટા થઈ ગયા હતાં. મને આશિષે કહ્યું પણ હતું કે હું તને મળું પણ મને થયું જો તારા લગ્ન થઈ ગયા હોય અને હું ત્યાં આવું તો કદાચ હું જ એ સહન ના કરી શકું અને ઉપરથી તારા જીવનમાં પણ બધું ઊથલપાથલ થઈ જાય. એટલે હું આ શહેરમાં પાછી વળીને આવી જ ના શકી. 


Rate this content
Log in

More gujarati story from "Komal" Deriya

Similar gujarati story from Abstract