Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratik Dangodara

Inspirational

4.5  

Pratik Dangodara

Inspirational

પોતાના માટે થોડું જીવો

પોતાના માટે થોડું જીવો

2 mins
412


 મિત્રો, માનવજીવન એ સંઘર્ષોથી ભરેલું લાગે છે. એમાં ક્યારે કેવો વળાંક આવે તેની કોઈને પણ જાણ હોતી નથી. ખુદ વ્યક્તિને પણ તેની ખબર હોતી નથી. ઘડી દુઃખ તો ઘડી સુખ માનવજીવન બસ આમતેમ આગળ વધ્યા કરે છે. વ્યક્તિ પણ હવે તેનાથી ટેવાઈ ગયેલો હોય એવું લાગે છે. પોતાનું અડધું જીવન તે પોતાનું કરિયર બનવવા માટે અને બાકીનું અડધું જીવન બાળકના કરિયર બનવવા માટે કાઢે છે. એમાં પોતે ક્યાંય મોકળાશથી જીવી શકતો નથી, ખરેખર આ યુગ કઈ દિશા તરફ ગતિ રહ્યો છે તેની કોઈને જાણ નથી. વ્યક્તિ પોતાના સમગ્ર જીવન દરમિયાન કામ, કામ અને માત્ર કામ જ કર્યા કરે છે, આમતેમ દોડ્યા કરે છે, છતાં પોતાના જીવનમાં શાંતિ હોતી નથી. પણ શું તેનો કોઈ ઉપાય નથી ? અવશ્ય છે. માનવ જીવન એ કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ છે. તેનું ઋણ ચૂકવાય એમ હોતું નથી પણ આપણે તેનો કોઈ દિવસ એકાંતમાં બેસીને વિચાર કર્યો જ નથી. સ્વયંની માટે થોડું પણ આપણે જીવન જીવ્યા નથી. બીજાને આપણે ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હકીકતમાં આપણે ખુદને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા જ નથી અથવા તો રહી શકતા નથી. હંમેશા એક વાત યાદ રાખો આ મનુષ્ય જીવન મર્યાદિત સમય માટે જ મળ્યું છે તેમા કોઈ વ્યક્તિ અમરત્વ લઈને આવ્યું નથી.

કોઈના હોવાથી અથવા ના હોવાથી કોઈને પણ ફેર નહિ પડે. એટલે હવે ધીરે ધીરે પોતાના માટે જીવીએ, ખુદને પ્રેમ કરતા શીખીએ, પોતાના જીવનના પણ પોતાના થોડા સિદ્ધાંતો અપનાવીએ. બીજાઓ વિશે વિચારવાનું બંધ કરી પોતાના માટે થોડું વિચારીએ અને એક મજબૂત વિચાર કરી તેના પર અડગ રહી એક નવી જ શરૂઆત કરીએ.

અત્યાર સુધી જે થયું તે, પણ હવેથી ચહેરા પર હરહંમેશ ખુશી રહે અને મસ્તી રહે અને આનંદ રહે એવો પ્રયાસ કરીએ અને થોડું પોતાના માટે જીવીએ.


Rate this content
Log in

More gujarati story from Pratik Dangodara

Similar gujarati story from Inspirational