Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Navya Nvya

Romance

2.0  

Navya Nvya

Romance

તમે ક્યારે આવશો?

તમે ક્યારે આવશો?

1 min
7.0K


સાંભળોને "દીકુ" તમારી બવ યાદ આવે છે..
તમે ક્યારે આવશો?
 
વરસાદ જેમ વરસે ધરા પર તેમ, તમારો પ્રેમ તમે ક્યારે વરસાવશો?
બોલોને "દીકુ" તમે ક્યારે આવશો?
 
બહાર વરસે મેઘ મૂશળધાર, ને અંતર વરસે આગ...
આ બંજર ધરતી સમ મુજ હદયને,તમે ક્યારે પલાળશો?
બોલોને "દીકુ" તમે ક્યારે આવશો?
 
કેવી રીતે સમજાવુ આ નયનોને, જે ઇચ્છે છે તમને પ્રત્યક્ષ...
આ રણના તરસ્યા મૃગનયનની, તમે ક્યારે તરસ છીપાવશો?
બોલોને "દીકુ" તમે ક્યારે આવશો?
 
યાદ નથી કરતી તમને કેમકે, વસ્યા છો તમે મુજ હદયમાં...
બસ રાહ જોવું છું બની ચાતક, મુજ અંતરની તમે ક્યારે પ્યાસ બુજાવશો...
બોલોને "દીકુ" તમે ક્યારે આવશો?
 
ઝંખના છે એ સમયની જ્યારે, ગાઢ આલીંગનમાં મને સમાવશો...
એ હુંફ.. એ સ્પર્શ.. એ હદયના ધબકાર, તમે ક્યારે મને સંભાવશો?
બોલોને "દીકુ" તમે ક્યારે આવશો?
 
લખી રહી છું "નવ્યા"નું નવલ યાદમાં...એને સાંભળવા પ્રત્યક્ષ તમે ક્યારે આવશો?
વરસશે તમારો પ્રેમ મુજપર અનરાધાર "દીકુ"
એ સૂરજને તમે ક્યારે લાવશો?
બોલોને "દીકુ" તમે ક્યારે આવશો?


Rate this content
Log in

Similar gujarati poem from Romance