Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narmad Gujarati

Classics Inspirational

0  

Narmad Gujarati

Classics Inspirational

સ્હાંજની શોભા

સ્હાંજની શોભા

1 min
126


સ્હાંજની શોભા તે રળિયામણી

હાં રે હીંગળોકિયા તરંત તેજબિંબની; હો ! જી રે. સ્હાંજની૦

હાં રે બાવળ ઝાડીમાંથી સૂર્ય અસ્ત જોઈને; 

હાં રે સિંદુર રંગથી ને કેમ રહું મોહીને ? હો ! જી રે. સ્હાંજની૦

હાં રે રૂડાં ખેતરો ખુલ્લાં તે પાસ તેડતાં;

હાં રે રંગીન બાવળો તે આંખ સંગ ખેલતાં : હો ! જી રે. સ્હાંજની૦ 

હાં રે ગયો સૂર્ય, વધ્યો જ ચંદ્ર તેજમાં;

હાં રે સાથ દીસતો તે શુક્ર વળી સ્હેજમાં : હો ! જી રે. સ્હાંજની૦

હાં રે લીલા બહુ રચી તે ગામ ગોંદરે;

હાં રે જોયું નર્મદે સુંદર ગામ આજ રે : હો ! જી રે. સ્હાંજની૦ 


Rate this content
Log in

Similar gujarati poem from Classics