Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

દિલને રજા

દિલને રજા

1 min
213


ફાટે કે ન ફાટે તું, ચીરા કે ન ચીરા તું,

અરે દિલ ! તેં કર્યો બેહાલ: મારે કે ન મારે તું !

ભલે ધડકી રહે છાનું, ભલે બળી કોયલો થા તું,

ખરી જા તું મને તો શું ? ઠરી જા તું મને તો શું ?

રખે કાંટો તને લાગે, કમલ જાણી તને રાખ્યું,

પરન્તુ તું જ કાંટો છે, ઉડી જા તું: ગળી જા તું !

દુનિયા છે તને ખારી, હવે છે તું મને ખારૂં,

તું કોઈનું નથી તો હું ન ત્હારો છું ન મ્હારૂં તું !

જુની પ્રીતિ ગઈ તૂટી ! નથી તૂટી તણી બૂટી !

ખૂટી ગઈ વાટ દીવાની, પછી બળવું રહ્યું ક્યાંથી ?

હવે બ્રહ્માંડમાં હું છું: હવે બ્રહ્માંડમાં તું છે:

પ્રીતિ તો આપણી એ છે ! મિલાવો આપણો એ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics