અફીણ
અફીણ
કૈફ છું હું, તાંસળી અફીણ ઝંખું છું,
તારા મિલનની સોગાત ઝંખું છું;
પડછાયાને કોઇક કહો, એકાંત આપે;
વાતો સાથે થોડો સ્પર્શ પણ ઝંખું છું...
વાત હવે એ નથી, કે તું છે કે નહિ, પણ
મહેક તારી લેવા, ઘણે દૂર સુધી આવુ છું;
લાલ તારી ઓઢણી, હજુ સાચવી છે મેં,
પણ ઝાંઝરની ઝમક તો હજુયે ઝંખું છું...
પવનને સમજાવો કોઈ, થોડો જોરથી વાય,
ઊડતી લટો જોવા, ઘણે દૂરથી આવુ છું હું;
એ આવી તી' આઠમનાં મેળામાં ફરવા,
મને શું ખબર, હું તો હજુયે અફીણ ઝંખું છું.