STORYMIRROR

Prashant Parmar

Inspirational Others

4  

Prashant Parmar

Inspirational Others

જીવતાં શીખી ગયો છું

જીવતાં શીખી ગયો છું

1 min
592

સાથી શોધવાનું છોડી દીધું છે,

કારણ કે મિત્ર બનાવતા શીખી ગયો છું,

દુનિયા રૂપી આ ક્રૂર કસાઇવાડામાં પણ,

હવે જીવતાં શીખી ગયો છું.


દરિયાની જેમ હુ પણ હવે,

કચરો બહાર કાઢતા શીખી ગયો છું,

નાશવંત મારા વિશ્વાસ પછી હુ,

હવે જીવતાં શીખી ગયો છું.


કોકની આંખે પૂછેલા પ્રશ્નોનો હવે,

જવાબ આપતાં હુ શીખી ગયો છું,

તૌ કોકની આંખોના જવાબ સમજીને,

હવે જીવતાં શીખી ગયો છું.


થોડી ક્ષણોની મારી આ જિંદગીમાં,

દુનિયાને ઉદગાર આપતાં શીખી ગયો છું,

ફરી એજ વૃક્ષ નીચે કોકબીજાની રાહ જોતાં,

હવે જીવતાં શીખી ગયો છું,


એની મુસ્કાનને પામવામાં,

મારી જાતને ભૂલી જતાં શીખી ગયો હતો,

છતા આજે એને ભૂલ્યા પછી એવું લગે કે,

હવે હુ જીવતાં શીખી ગયો છું,


આખી દુનિયાને ભૂલી ગયો છું,

જાણે પોતાની જિંદગી જીવતાં શીખી ગયો છું,

દુનિયાદારીની હવે કાંઈ પડી નથી, કેમ કે

હવે હુ જીવતાં શીખી ગયો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational