Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Thummar Dhaval

Tragedy Drama

5.0  

Thummar Dhaval

Tragedy Drama

તું આવી જા

તું આવી જા

1 min
631

ઊભું છે અડીખમ આ મૂળિયાંના સહારે,

કોણ જાણે, કોની રાહ જોવે છે આ દિવા નાં અજવાળે.

રાત જોઈ, દિવસો પણ જોયા, અનેક તારી વાટમાં,

હવે તો આવી જા, ખાલીપો બહું લાગે છે આ મહેફિલમાં.

હવે લોકો મને ડાળીઓની ઠુઠું કહીને બોલાવે છે,

આ મહેણાં કરતા મને ખાલીપો વધારે સતાવે છે.

જીવ્યો છું ને જીરયો પણ છું, વેદના સહી-સહીને,

થાકી ગયો છું હવે આમ એકલો-અટૂલો ઉભો રહીને.

સવાર થાય ને સાંભળું આહટ મારી અભરાઈમાં,

કોણ જાણે ક્યાંથી આવે છે એ પારેવું વિરહના સમયમાં.

તું આવી જા, ફરી જીવવાની ઈચ્છા થાય છે,

આ માનમોંઘી મહેફિલમાં તને જોવાનું મન થાય છે.

Rate this content
Log in

More gujarati poem from Thummar Dhaval

Similar gujarati poem from Tragedy