Aman gadhadara

Crime Tragedy

3  

Aman gadhadara

Crime Tragedy

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

4 mins
14.9K


'તમે એ દિવસે મળ્યા પછી શું થયું ?' નિરવે માયા ને પૂછ્યું.

'પછી એજ જે હંમેશા થતું, ફરી મને એને ભાગી જવાનું કીધું, અને.. આ વખતે મેં હા પાડી દીધી.

'હમ્મ…પછી ?' નિરવે પૂછ્યું…

'મને એ દિવસે એવું લાગતું હતું કે હું બહુજ મોટી ભૂલ કરવા જવાની છુ, મારે મારા પેરેન્ટસ અને લવ આ બેમાંથી કોઈ એકને પસંદ કરવાના હતા. એક બાજુ એ મમ્મી-પપ્પા હતા જેને મારા માગ્યા પેલા જ જરૂરથી વધુ બધુ જ આપ્યું અને એક બાજુ એ મૌલિક હતો જેને મેં મારું બધું જ આપી દીધું, હું સમજી જ ન’તી શકતી કે કયો રસ્તો પસંદ કરું. પપ્પા એ મૌલિકને ના પાડી, તો ભાગવા સિવાય બીજો રસ્તો જ ક્યાં હતો મારી પાસે નિરવ...?' અને ફરી એની આંખો છલકાય ગઇ… આ વખતે પણ નિરવે એને દિલાસોના આપ્યો એને બસ રડવા જ દીધી અને એ પોતે એકીટશે એની સામે જોયા જ રાખ્યું અને ફરી એની આંખોમાં મીનાક્ષીને શોધવા લાગ્યો. એ મીનાક્ષી જે સ્કૂલથી કોલેજ સુધી તેની સાથે જ ભણી એજ મીનાક્ષી જેને એ જીવની જેમ ચાહતો, એને નાની નાની ખુશી આપવામાં એને બહુજ મોટી ખુશી મળતી, એ મીનાક્ષી જેની તેને હંમેશા રાહ જોઈ ને કદાચ આજે પણ…

'પછી શું થયું મીનું ?' નિરવે પૂછ્યું…

આંખો લૂછી માયા ફરી બોલી અમેં ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું. મને થયું પપ્પા થોડાજ સમયમાં માની જશે પણ એવુ ન થયું. પછી એ રાત આવી જેનું અંધારું આજ સુધી મારા જીવનમાં છે નિરવ…'

'તારો જ નિર્ણય હતો મીનું…'નિરવે કીધું…

'હા..! મારો જ નિર્ણય હતો એટલે તો આજે પણ પાછી નથી જઇ શકતી… આ અંધારું મને ફાવી ગયું !'

'હવે કે’ને પછી શું થયું…?' નિરવે પૂછ્યું

પછી…પછી નિરવ એવું થયું જેને મને મીનાક્ષીમાંથી માયા બનાવી દીધી, કંઇક એવું થયું કે વિશ્વાસ શબ્દથી જ મારો વિશ્વાસ ઊઠી ગયો…!' 

'પણ શું થયું એ તો કે’' હવે.. નિરવે ફરી પૂછ્યું…

'મેં મૌલિક સાથે લગ્ન કરી લીધા.'

'તો તમે બંને સાથે હોવા જોઈને ?' નિરવે પૂછ્યું…

'પણ નથી જોને… હું ક્યાં આવી ગઈ, ને એ ક્યાં હશે એની મને જ ખબર નથી.' એક લાંબો શ્વાસ લેતા મીનાક્ષી બોલી, 'એક મહિનો અમે અલગ અલગ જગ્યા એ ભાગતા જ રહ્યા પછી થયું હવે પપ્પા માની જશે, એટલે ફરી ઘરે આવ્યા. પણ એ ન માન્યા, મને નિરવ એના ઘરે લઈ ગયો. એના એક રૂમ વારા મકાનને મેં મારું ઘર સમજી લીધું. છતા ધીમેધીમે બધું બદલવા લાગ્યું.મેં કામ કરવાનું ફરી થી શરૂ કર્યું અને પૈસા પણ બચાવતી જેથી નવું ઘર લઇ શકીએ.'

'અને એ શું કામ કરતો ?' નિરવે પૂછ્યું…

'તારા સવાલો આજે પણ પેલા જેવાં છે હો, ખૂંચે એવા' મીનાક્ષી બોલી…

'એ કંઈ જ કરતો નહીં છતાં મેં ચલાવ્યું. બધુજ ચલાવ્યું પણ….'

'પણ શું ?' નીરવે પૂછ્યું.'

'એક દિવસ ઘરની સફાઈ કરતા એક ‘આલ્બમ’ મળ્યો… જે એના ‘શુભલગ્ન’ નો હતો.' મીનાક્ષી એકી સાથે બોલી ગઈ.

'શુ ?' નિરવે જોરથી બોલ્યું.

'હા, એ પે’લાથી જ પરણેલો હતો, છતાં મારી સાથે...એની પાસબુકમાં દર મહિને મારી કમાણીના પૈસા જે હું અમારા માટે બચાવી રાખવા બેંકમાં મુકવાનું કે’તી એનાથી એ એનું ઘર ચલાવતો.'

'પછી ?' 

'મેં એને પૂછ્યું આ બધું શુ ?' તો નફફટાઈથી કીધું 'હા છે તો ?'

એના આ 'તો' નો મારી પાસે કોઈ જ જવાબ ન’તો. હું એની સાથે ઝગડો કરી બહાર નીકળવાં ગઈ એને હમેશા માટે છોડીને. તો એણે મારા માથા પર કંઈક માર્યું અને હું બેહોશ થઈ ગઈ. જ્યારે આંખ ખુલી ત્યારે...' બોલતાં જ મીનાક્ષી વચ્ચે અટકી ગઈ …

'ત્યારે શું મીનું…?' નિરવે પૂછ્યું…

ત્યારે હું જમીન પર એક પણ કપડાંના ટુકડા વગર પડી હતી. મારુ આખું શરીર જાણે નોખું થઈ જાશે એવું તૂટતું, કોઈ જંગલી જાનવરે નાનકડા સસલા પર હુમલો કર્યો હોય એવી મારી હાલત થઈ ગઈ હતી. હજુ હું કઈ સમજુ એ પેલા જ ફરી દરવાજો ખૂલ્યો મૌલિક અને બીજા ત્રણ ‘વરૂ’ ફરી આવ્યા, મારામાં પ્રતિકાર કરવાની પણ હિંમત ન’તી, હું બસ એમજ પડી રહી, પુરા ચાર દિવસ આમ જ ચાલ્યું, હવે મારામાં આંખ નું મટકું મારવાની પણ હિંમત ન’તી.' ફરી માયા રડી.આ વખતે નિરવે એને પાણી આપ્યું અને મીનાક્ષી આખો ગ્લાસ પાણી પી ગઈ ફરી બોલી,

'પછી… મને એવી આ જગ્યા વેંચી નાખી જ્યાં હું રોજ વેચાઉ છું. રોજ અહીં ‘વરૂઓ’ આવે, પણ હું હોશમાં હોવા છતાં એનો પ્રતિકાર નથી કરી શકતી. કેમકે મારો આત્મા તો મરીજ ગયો મારા વિશ્વાસ સાથે વરસો પેલા. હું હવે ભાગીને પણ ક્યાં જાવ ? મેં જે રસ્તો વિચાર્યા વગર પસંદ કર્યો એ અહીં આવી ને અટક્યો… કાશ… કાશ… હું ભાગી ના હોત તો આજ પરિસ્થિતિ કદાચ અલગ હોત નૈ ?' મીનાક્ષી આંસુ લૂછતાં બોલી.

'મીનું તારા આત્માને ફરીથી જીવન મળે તો ?'  

'એ અશક્ય છે નિરવ જો તો ખરા મારી સામે…'મીનાક્ષી બોલી…

'તારી સામે નહિ તારી આંખોમાં જેમાં આજે પણ મીનું જીવે છે ! મારી દોસ્ત, મારો પ્રેમ, મારી જિંદગી. જેને હું બે વર્ષથી ગોતું છુ, જેની કેટલાય વારસોથી રાહ જોવ છુ.

'નિરવ… તું…! 'મીનાક્ષી નિરવ સામે જોઇ રહી…

'હા… હું… નિરવ એક વાર સાચા રસ્તા પર વિશ્વાસ કરી જો… જે તને આ અંધારામાંથી ફરી અજવાળામાં લઇ જશે.


Rate this content
Log in

More gujarati story from Aman gadhadara

Similar gujarati story from Crime